યશવંત સિંહા: અરુણ જેટલી ગુજરાત પર બોજ છે
ભાજપના દિગ્ગજ નેતા અને પૂર્વ નાણાંમંત્રી યશવંત સિંહા પોતાની પાર્ટી અને તેના નેતાઓની પાછળ હાથ ધોઇને પડી ગયા છે. એક વાર ફરી તેમણે અરુણ જેટલી અને જીએસટી મામલે ટિપ્પણી કરી છે. મંગળવારે યશવંત સિંહાએ કહ્યું કે અરુણ જેટલી ગુજરાતની જનતા પર બોજ છે. વધુમાં તેમણે કહ્યું કે જીએસટીના તમામ પાસા જોયા વગર જ તેને લાગુ કરવામાં આવ્યો છે. જે ખરેખરમાં અયોગ્ય છે. વધુમાં યશવંત સિંહાએ કહ્યું કે લોકોએ અરુણ જેટલીના રાજીનામું માંગી લેવું જોઇએ. યશવંત સિંહાએ આ ટિપ્પણી લોકશાહી બચાવો આંદોલનથી જોડાયેલા કાર્યકર્તાઓ માટે આયોજીત એક કાર્યક્રમમાં કર્યો હતો.
નોટબંધી પર બોલતા યશવંત સિંહાએ તેમ પણ કહ્યું કે નોટબંધીનો જે ઉદ્દેશ હતો તે સાચા અર્થમાં પરિપૂર્ણ નથી થયો. સાથે જ કાળાં નાણાં પાછા લાવવામાં પણ નોટબંધીના કારણે કોઇ સફળતા નથી મળી. વધુમાં યશવંત સિંહાએ જણાવ્યું કે જીએસટી જો યોગ્ય છે તો પછી વારંવાર તેના નિયમોમાં બદલાવ કેમ કરવો પડે છે? ઉલ્લેખનીય છે કે એક તરફ જ્યાં ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી આવી રહી છે ત્યાં જ ભાજપની જ પાર્ટીના નેતા દ્વારા ભાજપ પર જ એક પછી એક આક્ષેપો લાગી