ભાજપે જાહેર કર્યો તેનો ચૂંટણી ઢંઢેરો, જાણો આ અંગે વધુ અહીં

Posted By:
Subscribe to Oneindia News

ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે આખરે ભાજપ તેનો ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો. ભાજપના વરિષ્ઠ નેતા અને નાણાં પ્રધાન અરુણ જેટલી સમતે, જીતુ વાઘાણી આ સમયે હાજર રહ્યા હતા. ત્યારે ભાજપના ચૂંટણી ઢંઢેરા અંગે કહેતા અરુણ જેટલીએ કહ્યું કે વિકાસ આ ચૂંટણી ઢંઢેરોનો મુખ્ય મુદ્દો છે. અરુણ જેટલીએ આ ઢંઢેરા વિષે જણાવતા કહ્યું કે દેશમાં મોટા રાજ્યોમાં 5 વર્ષમાં માત્ર ગુજરાત એવું રાજ્ય છે જેનું ડબલ ડિઝિટ ગ્રોથ થયું છે. આ બતાવે છે કે અમારી સરકારે અહીં કેટલું કામ કર્યું છે. તેમણે કહ્યું કે આ સંકલ્પ પત્રમાં ગુજરાતવા વિકાસનો દ્રષ્ટ્રિકોણ રજૂ કરવામાં આવ્યો છે. જો કે ચૂંટણી ઢંઢેરો આટલો મોડો રજૂ કરવામાં પર પૂછતા જેટલી એક કહ્યું કે કોડ ઓફ કંડક્ટના કારણે હવે સંકલ્પ પત્ર જાહેર કર્યો છે.

BJP

વધુમાં આ પ્રસંગે અરુણ જેટલીએ કોંગ્રેસના ચૂંટણી ઢંઢેરા પર બોલતા કહ્યું હતું કે તેમાં અનેક એવા વાયદા કરવામાં આવ્યા છે જે કાયદાકીય રીતે શક્ય નથી. અરુણ જેટલીએ કહ્યું કે કોંગ્રેસે ગુજરાતમાં સામાજિક ધ્રુવિકરણ કરવાનો પ્રયાસ કર્યો છે. 80ના દાયકામાં પણ કોંગ્રેસે આવું જ કર્યું હતું. તેમણે કોંગ્રેસનો ચૂંટણી ઢંઢેરા અંગે બોલતા કહ્યું કે તેમાં અનેક તેવા વાયદા કરવામાં આવ્યા છે જે કાયદાકીય રીતે શક્ય નથી.

English summary
Gujarat Election 2017: FM Arun Jaitley releases BJP's manifesto for Gujarat assembly elections 2017.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.