For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અરવલ્લી: અગમ્ય કારણોસર એકસાથે 5 પશુના મોત

મોડાસા પાસેના ગામમાં અગમ્ય કારણોસર અનેક પશુઓનું મૃત્યુપશુઓના મોઢામાં આવેલ ફીણને આધારે ખોરાકમાં ઝેરી તત્વો હોવાની શંકાઆ અંગે વધુ વાંચો અહીં...

By Oneindia Staff Writer
|
Google Oneindia Gujarati News

અરવલ્લી જિલ્લાના મોટા મથક ગણાતા મોડાસા નજીક આવેલા ફૂટા ગામમાં પશુઓ કોઈ અગમ્ય કારણોસર મૃત્યુ પામ્યા છે. પ્રાથમિક તારણ એવું છે કે, પશુઓના ખાવામાં કોઈ ઝેરી પદાર્થ આવી જતા આમ થયું હતું. પશુઓએ ચારો અને મગફળીના દાણા ખાધા બાદ ત્રણ ભેંસ તથા બે ગાય મૃત્યુ પામ હતી અને આ દરેક પશુના મોમાં ફીણ આવી ગયા હતા. ઘટનાની જાણ થતા મોડાસા ગ્રામ્ય પોલીસ ફૂટા ગામ ખાતે પહોંચી હતી, તેમજ પશુચિકિત્સકની ટીમને પણ બોલાવવામાં આવી હતી.

Gujarat

પ્રાથમિક તારણ પ્રમાણે મગફળીના દાણામાં રહેલી ઝેરી દવાને કારણે પશુઓ મૃત્યુ પામ્યા હતા. જોકે પોતાના દીકરા સમાન પશુઓના એકસાથે મોતથી પરિવારની મહિલાઓ શોકમગ્ન બની ગઈ હતી અને પશુઓના મૃતદેહ પાસે બેસીને કલ્પાંત કરી રહી હતી. આ જોઈને સૌના હૈયા દ્રવી ઉઠયા હતા. ખાદ્ય પદાર્થમાં મિક્સ ઝેરી વસ્તુની ચર્ચાને કારણે જિલ્લાના અન્ય પશુપાલકો પણ ચિંતાગ્રસ્ત બન્યા હતા.

English summary
Arvalli: Poison caused sudden death of animals.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X