આજથી ચાર દિવસ માટે ગુજરાતના પ્રવાસ પર કેજરીવાલ, જાણશે વિકાસની હકિકત વિશે

ગાંધીનગર, 5 માર્ચ: આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલ આજથી પોતાના ચાર દિવસીય ગુજરાત પ્રવાસના માટે આવી પહોંચ્યા છે. સવારે સાડા આઠ કલાકે અમદાવાદમાં એરપોર્ટ પર પહોંચેલા અરવિંદ કેજરીવાલે કહ્યું હતું કે તેમના આ પ્રવાસ દરમિયાન તે નરેન્દ્ર મોદીના 'વિકાસ'ના દાવાઓની હકીકતની તપાસ કરશે. આપે કહ્યું હતું કે અરવિંદ કેજરીવાલ ત્રણ દિવસ સુધી ગુજરાતના અલગ-અલગ વિસ્તારોમાં ફરશે અને પછી ચોથા દિવસે અહીં પત્રકાર પરિષદને સંબોધિત કરશે.

પાર્ટીની ગુજરાત એકમના સંયોજક સુખદેવ પટેલે કહ્યું હતું કે પોતાના ઉત્તર પ્રદેશ પ્રવાસ દરમિયાન અરવિંદ કેજરીવાલે જાહેરાત કરી હતી કે તે નરેન્દ્ર મોદીના દાવાઓની પરખ કરવા માટે ગુજરાતનો મુલાકાત કરશે. સુખદેવ પટેલે કહ્યું હતું કે તે વિકાસના દાવાઓની તપાસ માટે ગુજરાતના ગમે તે સ્થળે જઇ શકે છે. જો લોકો પોતાના ગામ અને શહેરમાં તેમને બોલાવશે તો તે જશે તથા તે સ્થળો પર લોકોની સ્થિતી જોશે.

ગુજરાતના ચાર દિવસના પ્રવાસે આવી પહોંચેલા આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલ અમદાવાદ હવાઇમથકે સીધા બહુચરાજી જવા રવાના થઇ ગયા હતા. જ્યાં તેઓ મારૂતિ પ્લાન્ટ માટે જમીન સંપાદન મુદ્દે ખેડૂતોને મળશે અને તેમની આપવીતિ સાંભળશે. બહુચરાજી બાદ અરવિંદ કેજરીવાલ ભચાઉની મુલાકાતે જશે. અને 6 માર્ચના રોજ એટલે કે આવતીકાલે કચ્છમાં ધરણા કરશે. અને ત્યારબાદ 7 માર્ચના રોજ રિલાયન્સ વિરૂદ્ધ જામનગરમાં ધરણા કર્યા બાદ 8 માર્ચે અમદાવાદ પરત ફરશે. ત્રણ દિવસ ગુજરાતના વિવિધ વિસ્તારોમાં ફર્યા બાદ 8 માર્ચના રોજ અરવિંદ કેજરીવાલ બાપુનગરમાં સભા સંબોધશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X