આસારામે 7 યુવતીઓ સાથે માણ્યું હતું ઓરલ સેક્સ

Posted By:
Subscribe to Oneindia News

અમદાવાદ, 17 જાન્યુઆરી: આધ્યાત્મિકતાની શાલ ઓઢીને પાખંડનો પ્રવચન કરનારા આસારામ એક સગીરા સાથે બળાત્કારના આરોપમાં જેલની હવા ખાઇ રહ્યા છે. હવે આસારામના કાળા કૃત્યોમાં વધુ એક ખુલાસો સામે આવ્યો છે. ખુલાસો એ છે કે આસારામે સુરતની મહિલાની સાથે-સાથે છ અન્ય યુવતીઓ સાથે અપ્રાકૃતિક સેક્સ કર્યું હતું. આસારામની વિરુધ્ધ ગાંધીનગર મેજિસ્ટ્રેટ કોર્ટમાં દાખલ ચાર્જશીટમાં આ વાત સામે આવી છે.

આસારામની વિરુધ કોર્ટમાં હાજર કરવામાં આવેલી 1000 પાનાની ચાર્જશીટ અનુસાર આસારામે સુરતની પીડિતા અનુસાર 6 અન્ય યુવતીઓની સાથે અપ્રાકૃતિક સેક્સ કરતા હતા. ચાર્જશીટ અનુસાર આસારામે 2001થી 2007ની વચ્ચે અન્ય આરોપીઓની સાથે મળીને પીડિતાનું શારિરીક શોષણ કર્યું હતું. ચાર્જશીટમાં આસારામની પત્ની લક્ષ્મી, પુત્રી ભારતી અને ચાર મહિલા અનુયાયીઓ (ધ્રુવબેન, નિર્મલા, જશી, મીરા)ના નામનો સમાવેશ થાય છે.

તેમની પર ગેરકાનૂની રીતે બંધક બનાવવા, ષડયંત્ર રચવા અને દૂરુત્સાહનનો આરોપ લગાવવામાં આવ્યો છે. સુરતની બે મહિલાઓએ આસારામ અને તેમના પુત્ર નારાયણ સાઇ પર બળાત્કારનો આરોપ લગાવ્યો હતો.

asaram
ઉલ્લેખનીય છે કે સુરતની બે બહેનોએ આસારામ અને તેમના પુત્ર નારાયણ સાઇની વિરુધ્ધ શારીરિક શોષણનો કેસ દાખલ કરાવ્યો હતો. સુરત પોલીસે ગયા વર્ષે 6 ઓક્ટોબરના રોજ કેસ નોંધ્યો હતો.

આસારામની વિરુધ્ધ નોંધવામાં આવેલી ફરિયાદ બાદ અમદાવાદ સ્થિત ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં ટ્રાંસફર કરી દેવામાં આવી હતી, કારણ કે ઘટના આસારામના અમદાવાદ સ્થિત આશ્રમમાં બની હતી. આસારામ હાલમાં સગીરા સાથે બળાત્કાર ગૂજારવાના કેસમાં જોધપૂર જેલમાં હવા ખાઇ રહ્યા છે. જ્યારે નારાયણ સાઇ સૂરત જેલની હવા ખાઇ રહ્યા છે.

English summary
Godman Asaram Bapu has been charged with raping as well as having unnatural sex with a woman (sadhika or disciple) from Surat at his Modasa ashram in Gujarat.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.