For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

બળાત્કારી નારાયણ સાઇને મળ્યા શરતી જામીન

|
Google Oneindia Gujarati News

અમદાવાદ, 16 એપ્રિલ: પ્રવચનના નામે પાખંડ રચનારા આસારામના પુત્ર અને બળાત્કારના આરોપમાં જેલની હવા ખાઇ રહેલા નારાયણ સાઇને ગુજરાત હાઇકોર્ટે આજે શરતી જામીન આપી દીધા છે. કોર્ટે નારાયણ સાઇને ત્રણ અઠવાડીયા માટે શરતોને આધારે જામીન પર મૂક્ત કરવાનો ચૂકાદો આજે આપ્યો હતો. સાઇએ પોતાની બીમાર માતાની સેવા માટે જામીન અરજી કરી હતી જેને હાઇકોર્ટે મંજૂરી આપી છે.

narayan sai
અત્રે નોંધનીય છે કે નારાયણ સાઇને બે સગી બહેનો પર બળાત્કાર ગુજારવાના આરોપમાં ધરપકડ કરાઇ હતી, નારાયણ સાઇ પર બળાત્કારનો કેસ ચાલી રહ્યો છે અને હાલમાં તેઓ જેલના સળીયા પાછળ છે.

મળી રહેલી જાણકારી અનુસાર નારાયણ સાઇની માતા લક્ષ્મીબેનને સ્પાઇનલ કોર્ડ એલિમેંટની બીમારી છે અને તેઓ અમદાવાદની હોસ્પિટલમાં ભર્તી છે. તેમની દેખભાળ કરવા માટે કોઇ નથી કારણ કે આસારામ પોતે પણ શારીરિક શોષણના આરોપમાં જેલમાં બંધ છે. કોર્ટે નારાયણ સાઇની અરજી પર તેમને ત્રણ અઠવાડીયા માટે જામીન આપ્યા છે જે પહેલી મેથી લાગુ થશે.

કોર્ટે પોતાની સુનાવણીમાં જણાવ્યું છે કે નારાયણ સાઇ જામીન દરમિયાન જ્યાં તેઓ રહેશે ત્યાંથી જ્યા તેમની માતાની સારવાર ચાલી રહી હશે તે હોસ્પિટલમાં જ અવરજવર કરી શકશે, એ પણ પોલીસ બંદોબસ્ત હેઠળ આ સિવાય તેઓ પોતાના મોટેરા આશ્રમમાં પણ જઇ શકશે નહીં, કે નહીં અન્ય કોઇ સ્થળે જઇ શકશે. સાથે જ કોર્ટે એવા નિર્દેશ આપ્યા છે કે જો કોર્ટના આદેશનો ભંગ કરવામાં આવ્યો તો તેમની જામીન રદ્દ કરી દેવામાં આવશે.

English summary
The Gujarat high court on Thursday granted conditional bail of three weeks to Narayan Sai, son of self proclaimed godman Asaram Bapu.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X