7 વર્ષ બાદ આજે જેલમાંથી બહાર આવ્યો આસારામનો પુત્ર નારાયણ સાંઈ
સુરતઃ સાધ્વીઓના યૌન શોષણના ગુનામાં આજીવન કેદ ભોગવી રહેલ આસારામના પુત્ર નારાયણ સાંઈ આજે જેલમાંથી બહાર આવી ગયો. વર્ષ 2013થી જ તે જેલમાં બંધ હતો. ગુજરાત હાઈકોર્ટે તેની ફર્લો મંજૂર કરી. ઉપરાંત લગભગ 7 વર્ષ બાદ નારાયણ સાંઈ સુરતની લાજપોર જેલમાંથી બહાર નીકળ્યો. તેના બહાર આવતા જ પોલિસની ટીમ તેને લઈને અમદાવાદ માટે રવાના થઈ ગઈ. તમને જણાવી દઈએ કે નારાયણ સાંઈએ પોતાની માની તબિયત ઠીક ન હોવાનુ કારણ જણાવીને ગુજરાત હાઈકોર્ટનો દરવાજો ખખડાવ્યો હતો. જેને જોઈને હાઈકોર્ટે નારાયણ સાંઈને 14 દિવસ માટે જામીન પર બહાર કરવાનો આદેશ આપ્યો.
ઉલ્લેખનીય છે કે નારાયણ સાંઈ પર વર્ષ 2013માં સુરતના આશ્રમની સાધિકા બે બહેનો પર રેપનો કેસ નોંધવામાં આવ્યો હતો. ફરિયાદમાં તેમણે કહ્યુ હતુ કે વર્ષ 2002થી 2004ની વચ્ચે સાંઈએ પરિવારને મારવાની ધમકી આપીને યૌન શોષણ કર્યુ. કેસ નોંધાયા બાદ તે ત્યાંથી ભાગી ગયો હતો. ત્યારબાદ લગભગ એક મહિના બાદ તેને પંજાબ-દિલ્લી બૉર્ડરથી પકડવામાં આવ્યો હતો. ત્યારબાદ 30 એપ્રિલ 2013ના રોજ સુરતની અદાલતે તેને આજીવન કેદની સજા સંભળાવી. તે ઉપરાંત બાકી આરોપી ગંગા, જમના કૌશલ અને રમેશ મલ્હોત્રાને પણ જેલ મોકલવામાં આવ્યા. વળી, પિતા આસારામ પણ 2013થી જ જેલની સજા ભોગવી રહ્યા છે. તેને પણ એક સગીરાનુ યૌન શોષણ કરવા પર આજીવન કેદની સજા થઈ. જ્યારે તે જેલમાં ગયો ત્યારે ઘણી વાર બહાર આવવાની કોશિશકરી પરંતુ જામીન મળી શક્યા નહિ.
નારાયણ સાંઈએ પોતાની માની તબિયત ઠીક ન હોવાની વાત કહીને હાઈકોર્ટમાંથી 14 દિવસની ફર્લા મંજૂરી કરાવી લીધી છે અને જેલમાંથી બહાર આવી ગયો છે. જણાવવામાં આવી રહ્યુ છે કે તેની માને હાર્ટ એટેક આવ્યો હતો. જેના કારણે તેમની તબિયત ખરાબ છે. એવુ જણાવાઈ રહ્યુ છે કે તેમનુ હાર્ટ માત્ર 40 ટકા જ કામ કરી રહ્યુ છે. આ બધી વાતને ધ્યાનમાં રાખીને હાઈકોર્ટે સાંઈની જામીન અરજીને મંજૂરી આપી દીધી. નારાયણ સાંઈ હવે લગભગ 49 વર્ષનો થઈ ગયો છે.
ખેડૂત આંદોલનઃ વિદેશ મંત્રી જયશંકરે કેનેડા માટે લીધો મોટો નિર્ણય, કોવિડ બેઠકમાં નહિ થાય શામેલ