For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અડધી રાતે જોધપુર જેલ પહોંચ્યા આસારામ

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

અમદાવાદ, 23 ઓક્ટોબર: સુરતની મહિલા સાથે દુષ્કર્મના કેસમાં રિમાન્ડ પૂરા થયા બાદ ગુજરાત પોલીસ આસારામને લઇને મંગળવારે અડધી રાતે લગભગ સાડા ત્રણ વાગે જોધપુર સ્થિત સેન્ટ્રલ જેલ પહોંચી. તેમને કડક સુરક્ષા વચ્ચે સડક માર્ગે અમદાવાદથી જોધપુર લઇ જવામાં આવ્યા હતા.

રસ્તામાં રાજ્ય પોલીસે સુરક્ષા પુરી પાડી હતી. તો બીજી તરફ જોધપુર જેલ બહાર પણ વધારાના પોલીસ ટુકડી ગોઠવવામાં આવી હતી. ગુજરાતના કાફલામાં લગભગ 12-15 વાહન સામેલ હતા. આ પહેલાં અપહરણમાં ગુજરાતની ગાંધીનગરની કોર્ટે આસારામને જ્યૂડિશિયલ કસ્ટડીમાં મોકલવાના આદેશ આપ્યા હતા. કોર્ટેથી આદેશ આવતાં જ ગુજરાત પોલીસ સમર્થકોને છેતરીને તેમને જેલથી લઇ જવાનું કહીને રવાના થઇ ગઇ હતી.

પરંતુ કડક સુરક્ષા વચ્ચે ગુજરાત પોલીસના વાહનોનો કાફલો આસારામને લઇને રોડમાર્ગે જોધપુર તરફ રવાના થઇ ગયો. આસારામને ગુજરાત પોલીસની બસમાં કડક સુરક્ષા વચ્ચે રાખવામાં આવી હતી. રાજસ્થાન બોર્ડરમાં પ્રવેશ કર્યા બાદ સિરોહી જિલ્લાના સ્વરૂપગંજ ટોલ પ્લાઝા પર સમર્થકોની ભીડ જામી હતી. તે આસારામના દર્શન કરવા માંગતા હતા, પરંતુ પોલીસ કાફલો અટક્યા વિના નિકળી ગયો હતો.

અત્રે ઉલ્લેખનીય છે કે સુરતમાં સુરેન્દ્ર નગરની મૂળની મહિલાએ ગત છ ઓક્ટોબરના રોજ આસારામ વિરૂદ્ધ અમદાવાદના ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં બળાત્કાર, આપરાધિક કાવતરું તથા હથિયાર અધિનિયમની કલમો હેઠળ એફઆરઆઇ દાખલ કરવામાં આવી હતી.

નવ દિવસ રોકાયા ગુજરાતમાં

નવ દિવસ રોકાયા ગુજરાતમાં

ગુજરાત પોલીસે આસારામને ગત 14 ઓક્ટોબરના રોજ જોધપુરથી ટ્રાંજિટ વોરંટ પર વિમાન દ્વારા અમદાવાદ લાવી હતી. 25 ઓક્ટોબર સુધી તેમને જોધપુર કોર્ટમાં રજૂ કરવાના નિર્દેશ હતા. આ પહેલાં દસ દિવસના રિમાન્ડની સમયમર્યાદા પૂરી થતાં આસારામને મંગળવારે કડક સુરક્ષા વચ્ચે પોલીસે કોર્ટમાં રજૂ કર્યા હતા. ફરિયાદી પક્ષે કોર્ટ સમક્ષ સુરક્ષાના ધ્યાનમાં રાખતાં આસારામને સાબરમતી જેલના બદલે નડીયાદ જેલમાં મોકલવાની અરજી કરી હતી, પરંતુ તેમના વકિલે વિરોધ કર્યો હતો.

પોલીસથી કોઇ ફરિયાદ નહી: આસારામ

પોલીસથી કોઇ ફરિયાદ નહી: આસારામ

અત્યાર સુધી પોલીસને લઇને ફરિયાદ કરનાર આસારામને કોર્ટે જણાવ્યું હતું કે તેમને પોલીસ વિરૂદ્ધ કોઇ ફરિયાદ નથી.

ચાર્જશીટ તૈયાર

ચાર્જશીટ તૈયાર

આ અઠવાડિયાના અંત સુધી આસારામના ગુનાઓની ચાર્જશીટ કોર્ટમાં રજૂ કરવામાં આવશે. છિંદવાડા સ્થિત ગુરૂકુલના નિર્દેશક શરદચંદ્ર, હોસ્ટેલ વોર્ડન શિલ્પી ઉર્ફે સંચિતા ગુપ્ત, મુખ્ય સેવાદાર શિવા તથા રસોઇયો પ્રકાશને પણ આ કાવતરામાં સામેલ હોવાનું માનવામાં આવે છે.

સરેન્ડર કરે નારાયણ સાંઇ: રવિશંકર

સરેન્ડર કરે નારાયણ સાંઇ: રવિશંકર

આસારામ અને તેમના પુત્રની કરતૂતો પર સંતોએ પણ સવાલ ઉભા કરવાનું શરૂ કરી દિધું છે. આદ્યાત્મિક ગુરૂ રવિશંકરે કહ્યું છે કે નારાયણ સાંઇને તાત્કાલિક પોલીસ સમક્ષ સરેન્ડર કરી દેવું જોઇએ.

English summary
A magisterial court in Gandhinagar sent Asaram Bapu, whose police remand in connection with the sexual assault case lodged against him by a Surat-based girl got over on Tuesday, to judicial custody.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X