For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રાહુલ ગાંધીએ ગુજરાતમાં યુપી-બિહારના લોકો પર હુમલાનું કારણ જણાવ્યું

ગુજરાતમાં હાલમાં બહારના રાજ્યો ખાસ કરીને યુપી અને બિહારના લોકોને નિશાનો બનાવવામાં આવી રહ્યા છે. લોકોમાં ભયનો માહોલ છે અને તેઓ પોતપોતાના ઘરે પાછા ફરી રહ્યા છે.

|
Google Oneindia Gujarati News

ગુજરાતમાં હાલમાં બહારના રાજ્યો ખાસ કરીને યુપી અને બિહારના લોકોને નિશાનો બનાવવામાં આવી રહ્યા છે. લોકોમાં ભયનો માહોલ છે અને તેઓ પોતપોતાના ઘરે પાછા ફરી રહ્યા છે. આ મામલે અત્યારસુધીમાં 42 કેસ નોંધાઈ ચુક્યા છે અને તેમાં કુલ 342 લોકોની ધરપકડ કરવામાં આવી ચુકી છે. ગુજરાતમાં યુપી-બિહારના લોકો પર થઇ રહેલા હુમલામાં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ તીખી પ્રતિક્રિયા આપી છે અને ભાજપ સરકાર પર પ્રહાર કર્યા છે.

આ પણ વાંચો: ઉત્તર ભારતીયોમાં ભયનો માહોલ, 20 હજાર લોકોના પલાયનનો દાવો

રાહુલ ગાંધીનો ભાજપ પર હુમલો

રાહુલ ગાંધીએ ભાજપ પર પ્રહાર કરતા ટવિટ કર્યું કે, "ગરીબી કરતા મોટી બીજી કોઈ દહેશત નથી, ગુજરાતમાં થઇ રહેલી હિંસાનું કારણ ત્યાંના બંધ પડેલા કારખાના અને બેરોજગારી છે. વ્યવસ્થા અને અર્થવ્યવસ્થા બંને કથળી ચુકી છે. બીજા રાજ્યના લોકોને આવી રીતે નિશાનો બનાવવું ખુબ જ ખોટું છે, હું સંપૂણ રીતે તેની વિરુદ્ધ છું"

રાહુલ ગાંધીએ ભાજપની નીતિઓને જવાબદાર ગણાવી

રાહુલ ગાંધીએ ભાજપની નીતિઓને જવાબદાર ગણાવી

ગુજરાતમાં યુપી-બિહારના લોકો વિરુદ્ધ હિંસા ભડકાવવાનો આરોપ કોંગ્રેસ વિધાયક અલ્પેશ ઠાકોર પર લાગ્યો છે. અલ્પેશ ઠાકોર બિહાર કોંગ્રેસના સહપ્રભારી પણ છે. યુપી અને બિહારના લોકો પર હુમલા પાછળ ઠાકોર સેનાનું નામ આવી રહ્યું છે. જણાવવામાં આવ્યું છે કે ઠાકોર સેનાને અલ્પેશ ઠાકોરની સંરક્ષણ મળ્યું છે.

અલ્પેશ ઠાકોર પર હિંસા ભડકાવવાનો આરોપ

અલ્પેશ ઠાકોર પર હિંસા ભડકાવવાનો આરોપ

ગુજરાતમાં યુપી અને બિહારના લોકો પર થઇ રહેલા હુમલાથી પરેશાન યુપી સીએમ યોગી આદિત્યનાથ અને બિહાર સીએમ નીતીશ કુમારે વિજય રૂપાણી સાથે વાત કરી અને ગેર-ગુજરાતીઓને સુરક્ષા આપવાની માંગ કરી છે. નીતીશ કુમારે કહ્યું કે ગુજરાતમાં કોઈ પણ પ્રકારનો ભેદભાવ નહીં થવો જોઈએ, જેમને ખોટું કર્યું છે તેમને સખત સજા મેળવી જોઈએ.

English summary
Attack on people of up and bihar in gujarat, rahul gandhi targets bjp government
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X