For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગુજરાતભરમાં મુખ્ય સમાચાર સંક્ષિપ્તમાં વાંચો અહીં

|
Google Oneindia Gujarati News

[ગુજરાત આસપાસ] રોજે રોજ ગુજરાતમાં આપણી આસપાસ અઢળક ઘટનાઓ ઘટતી હોય છે, તેમાંથી ઘણી આપણા કામની હોય છે તો ઘણીબધી કામની નથી હોતી. પરંતુ સમયના અભાવે આપણે દરેક સમાચારો પર નજર કરી શકતા નથી. ઘણા બધા એવા મહત્વના સ્થાનિક સમાચારો પર આપણે નજર કરવાનું ચૂકી જતા હોઇએ છીએ.

પરંતુ અમે આપને અહીં પળેપળના એવા સ્થાનિક સમાચારોથી અપડેટ રાખીશું, જે મહત્વના છે અને એ પણ તસવીરો સાથે. આપ આ પેજ પર ગુજરાતના દરેક મહત્વના સમાચારોને તસવીરો સાથે જોઇ અને વાંચી શકશો. ગુજરાતના ખૂણે ખૂણે બનતી ઘટનાઓ અને પળેપળના સમાચારોથી તમને રાખીશું અમે અપડેટ. ગુજરાતના દરેક મહત્વના સમાચારોથી અપડેટ રહેવા માટે આ પેજને રિફ્રેસ કરતા રહો...

લોકલાગણી દુભાય તેવો વીડિયો વાઇરલ થતા લિબાયંતમાં અંજપો

લોકલાગણી દુભાય તેવો વીડિયો વાઇરલ થતા લિબાયંતમાં અંજપો

ચોક્કસ કોમના યુવાનોને મારતા હોય તેવો વીડિયો વાઇરલ થતા વીડિયો વાઇરલ કરનાર સામે પગલા લેવાની માંગણી કરતા સુરતના લિંબાયતમાં ગત મોડી રાત્રે ટોળું પોલીસ સ્ટેશને પહોંચ્યું હતું અને ટોળા તથા પોલીસ વચ્ચે અથડામણ થઈ હતી. જેમાં મામલો વકરતા પોલીસે 20 જેટલા ટીયરગેસના સેલ છોડ્યા હતા. આ મુદ્દે ઉચ્ચ અધિકારીઓ પણ પોલીસ સ્ટેશને દોડી આવ્યા હતા. જોકે આજે પણ સુરતમાં પરિસ્થિતિ તંગ છે અને પોલીસ, વીડિયો વાઇરલ કરનારની શોધખોળ કરી રહી છે દરમિયાન પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે વીડિયો વાઇરલ કરનાર એકની ધરપકડ કરવામાં આવી છે.

માયાવતી 4 ઓગસ્ટે આવશે ગુજરાત, મળશે પીડિત દલિતોને

માયાવતી 4 ઓગસ્ટે આવશે ગુજરાત, મળશે પીડિત દલિતોને

બસપા સુપ્રિમો માયાવતી 4 ઓગસ્ટના રોજ ગુજરાતની મુલાકાત પર આવશે. તે પહેલા અમદાવાદના સારંગપુર ખાતે બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પાજંલિ અર્પશે અને તે બાદ ઉના દલિત પીડિતોની મુલાકાત લેશે. ત્યારે માયાવતીની આ મુલાકાત ગુજરાતના રાજકારણમાં નવા રંગો જરૂરથી ભરશે તે વાતમાં કોઇ શંકાને સ્થાન નથી.

ખુલ્લા પગે મિલિંદ સોમન દોડી રહ્યો છે અમદવાદના રસ્તા પર!

ખુલ્લા પગે મિલિંદ સોમન દોડી રહ્યો છે અમદવાદના રસ્તા પર!

સુપર મોડેલ અને અભિનેતા હોવાની સાથે જ ફિટનેસ ફ્રિક તેવો મિલિંદ સુમન, હાલ ખુલ્લા પગે અમદાવાદથી મુંબઇ તરફ દોડી રહ્યો છે. તે એક વીકમાં 527 કિલોમીટરનું અંતર પાર પાડવાનો છે. ગ્રેટ ઇન્ડિયા રન ટાઇટલ હેઠળ 50 વર્ષીય મિલિંદ સુમને ગુજરાતના રસ્તાઓ પર આ દોડ લગાવી રહ્યો છે.

જૂનાગઢમાં બસ અન્ડર પાસમાં ડૂબતા ચારના મોત

જૂનાગઢમાં બસ અન્ડર પાસમાં ડૂબતા ચારના મોત

જૂનાગઢમાં અનરાધાર વરસાદ ચાલુ રહેતા અન્ડર પાસમાં બસ ફસાઈ ગઈ હતી તેજમ અન્ડર પાસની દીવાલ પડી જતા ૪ વ્યક્તિના મોત થયા હતા. જુનાગઢના જોશીપરા અન્ડર બ્રીજમાંથી એક સીટી બસ પસાર થઇ રહી હતી. ત્યારે અચાનક દીવાલ ધસી પડતા સીટી બસમાં રહેલ ક્લીનર તેમજ ચાલકનો બચાવ થયો હતો, પરંતુ તેની પાછળ આવી રહેલ બે રીક્ષા અને બે બાઈક પાણીમાં ફસાઈ ગયા હતા. આ ઘટનામાં રાત્રે ૧૪ વર્ષ ના બાળકનો અને ૩ વાગ્યે બીજા પુરુષનો મૃતદેહ મળી આવતા કુલ મૃત્યુઆંક 4નો થયો છે. ઘટનામાં મૃત્યુ પામેલો લાકોમાં ધર્મેશ કરિયા ઉ. ૩૦, રવિ વસરા ઉ. ૩, ઇમરાન સીડા ઉ.૧૪ અને પંકજ ગજેરા. ઉ.૩૦નો સમાવેશ થાય છે

સુરતમાં લવ જેહાદ, યુવકે ઓળખ છુપાવી યુવતીને છેતરી હતી

સુરતમાં લવ જેહાદ, યુવકે ઓળખ છુપાવી યુવતીને છેતરી હતી

થોડા દિવસ પહેલા જ સુરતમાં એક યુવતીએ પોતાની અંગત પળો વાઇરલ થતા મનમાં દુખ લાગી આવતા નદીમાં કૂદીને જિંદગીનો અંત આણ્યો હતો. આ ઘટનામાં ત્રણ દિવસ બાદ યુવતીની લાશ મળી આવી છે તેમજ યુવકનું નામ મોઇન શેખ હોવાનું સામે આવ્યું છે જોકે પોલીસ તપાસમાં સામે આવ્યુ હતું કે યુવકે પોતાનું નામ રાવણ જણાવીને યુવતી સાથે પરિચય કેળવ્યો હતો અને પ્રેમ સંબંધ દરમિયાન અંગત પળોની વીડિયો ઉતારી તેને વાઇરલ કર્યો હતો. યુવતીએ પોતાના સ્યૂસાઇટ નોટમાં લખ્યું હતું કે વારંવાર કીધા છતાં યુવકે આ વીડિયો ડીલીટ કર્યા નહોતા યુવતીએ યુવક પર ભરોસો મૂકી લગ્ન કર્યા હોવાનું પણ લખ્યું હતુ. આ ઘટનામાં પોલીસે મોઇન શેખની ધરપકડ કરી તેની પાસેથી ફોન તેમજ લેપટોપ કબજે કર્યાં છે. અને યુવકને આજે કોર્ટમાં રજૂ કરતા કોર્ટે પાંચ દિવસના પોલીસ રીમાન્ડ આપ્યા હતા.

દલિત મહાસંમેલન બાદ હવે નીકળામાં આવશે દલિત પદયાત્રા

દલિત મહાસંમેલન બાદ હવે નીકળામાં આવશે દલિત પદયાત્રા

રવિવારે અમદાવાદ ખાતે દલિત મહાસંમેલનમાં મોટી સંખ્યામાં દલિતો ઉમટી પડ્યા હતા. જે બાદ દલિત સમિતિના કન્વીનર જગ્નેશ મેવાણીએ 5 થી 15 ઓગસ્ટની વચ્ચે અમદાવાદથી ઉના વચ્ચે એક પદયાત્રા નીકળવાની જાહેરાત કરી હતી. નોંધનીય છે કે આ યાત્રામાં દલિતો સાથે મોટી સંખ્યામાં મુસ્લિમો પણ જોડાયા હતા. અને દલિતોએ મૃત ઢોર નહીં ઉપાડવાની અને મેલુ નહીં ઉઠાવાની શપથ પણ લીધી હતી.

કેન્દ્રના પગલે ગુજરાતમાં પણ 7મો પગાર પંચ લાગુ થશે

કેન્દ્રના પગલે ગુજરાતમાં પણ 7મો પગાર પંચ લાગુ થશે

કેન્દ્ર સરકારની જાહેરાત બાદ ગુજરાત સરકારે પણ 1 ઓગસ્ટથી સાતમો પગાર પંચ અમલ કરવાની જાહેરાત કરી દીધી છે. આ અંગે મુખ્યમંત્રી આનંદીબેને જાહેરાત કરતા કહ્યું હતું કે 7માં પગાર પંચનો આ લાભ પહેલી ઓગસ્ટથી ગુજરાતના 4.65 લાખ કર્મચારી અને 4.12 લાખ પેશનર્સને લાગુ પડશે.

ક્રાઇમ પેટ્રોલ નિહાળીને કર્યું હતું જયનું અપહરણ

ક્રાઇમ પેટ્રોલ નિહાળીને કર્યું હતું જયનું અપહરણ

સોલા NRIના પુત્રના અપહરણ કેસમાં ક્રાઇમબ્રાન્ચ આરોપીઓ સુધી પહોંચી ગઈ હતી જેમાં જાણવા મળ્યુ હતું કે અપહૃત જયની સગી માસી જ આરોપીઓના સંપર્કમાં હતી. પોલીસે જયની માસી સહિત ચાર આરોપીઓને ઝડપી પાડ્યા છે. ઉલ્લેખનીય છે કે ક્રાઇમ પેટ્રોલ કાર્યક્રમ જોઈ આ માસી તથા અન્ય ત્રણ આરોપીઓએ જયનું અપહરણ કરીને સફેદ રંગની ઈકો કારમાં લઈ ગયા હતા અને બે અપહરણકારે જયની માતા સોનલબહેનને 5 વખત ફોન કરીને રૂ. 13 લાખની ખંડણી માગી હતી તેમજ પૈસા લઈને આણંદ રેલવે સ્ટેશન બોલાવ્યાં હતાં, જેથી પોલીસે પૈસાની વ્યવસ્થા કરી હતી અને સોનલબહેનને સાથે રાખીને આણંદ જવા નીકળ્યા તે જ સમયે જય આણંદ રેલવે સ્ટેશન પાસેથી પોલીસને હેમખેમ મળી આવ્યો હતો.

ધોરાજીમાં દલિત યુવાનની અંતિમયાત્રા, ગામ લોકોએ પાળ્યો બંધ

ધોરાજીમાં દલિત યુવાનની અંતિમયાત્રા, ગામ લોકોએ પાળ્યો બંધ

રાજકોટના ધોરાજીના મોટી પરબડી ગામે દલિત યુવકના આપઘાતને લઈને લોકોએ બંધ પાડ્યો છે આજે સવારે મૃતક દલિત યુવાનની અંતિમ યાત્રા નીકળી હતી જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા અને ગ્રામજનોએ બંધ પાળીને વિરોધ વ્યક્ત કર્યો હતો. મોટી પરબડી ગામના એક દલિત યુવાને 20 જુલાઇના રોજ ઝેરી દવા પીધી હતી જે બાદ સારવાર પછી તેનું મોત નિપજ્યું હતું.

વિવાદિત આઇએએસ પ્રદીપ શર્માની ઇડીએ કરી ધરપકડ

વિવાદિત આઇએએસ પ્રદીપ શર્માની ઇડીએ કરી ધરપકડ

ગુજરાત કેડરના વિવાદીત આઈએએસ અધિકારી પ્રદિપ શર્માની એન્ફોર્સમેંટ ડિરેક્ટોરેટે મની લોન્ડરીંગન કેસમાં અમદાવાદથી ધરપકડ કરવામાં આવી છે. ઈડીની તપાસમાં દહેગામમાં પ્રદિપ શર્માની જમીનને પણ ધ્યાનમાં લીધી હતી તો ગાંધીનગરમાં રહેલા મકાનનો 35 ટકા હિસ્સો પણ ટાંચમાં લીધો છે. આ ઉપરાંત ખાસ કોર્ટની પરવાનગીથી ઈડીએ કરેલા પ્રદિપ શર્માના વિદેશી બેંક એકાઉન્ટ ચકાસણી કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે, જ્યારે પ્રદીપ શર્મા કચ્છના કલેક્ટર હતા ત્યારે તેમણે પોતાની સત્તાનો દૂરુપયોગ કરીને વેલસ્પન કંપનીને નજીવી કિંમતે જમીન ફાળવીને સરકારને 1.2 કરોડનું નુકસાન કરાવ્યું હતું.

બહુચરાજીમાં 15 કલાક ટ્રાફિક જામ, મુસાફરો અટવાયા

બહુચરાજીમાં 15 કલાક ટ્રાફિક જામ, મુસાફરો અટવાયા

ભર ચોમાસામાં ખાડા ખોડવાનું કામ શરૂ કરતા બહુચરાજીમાં આવતા તેમજ ત્યાંથી પસાર થતા યાત્રિકો મુશ્કેલીમાં મૂકાયા છે રવિવારે દર્શનાર્થીઓ તેમજ સૌરાષ્ટ્ર તપથી જતા આવતા મુસાફરો વધુ હોવાને લીધે અહીં સાત થી 9 કિલોમીટર લાંબો ટ્રાફિક જામ થયો હતો. 15મી જુલાઇ પછી રોડના કામ સ્થગિત કરી દેવાના સરકારી નિયમને પણ અધિકારીઓએ અવગણતા ખોદકામ શરૂ કરી દીધુ છે જેના કારણે બહુચરાજીમાં રોજેરોજ ટ્રાફિકજામથી લોકો પરેશાન થઈ ઉઠ્યા છે.

English summary
August 1 top local news Gujarat bullet news.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X