For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગુજરાતભરમાં મુખ્ય સમાચાર સંક્ષિપ્તમાં વાંચો અહીં

|
Google Oneindia Gujarati News

[ગુજરાત આસપાસ] રોજે રોજ ગુજરાતમાં આપણી આસપાસ અઢળક ઘટનાઓ ઘટતી હોય છે, તેમાંથી ઘણી આપણા કામની હોય છે તો ઘણીબધી કામની નથી હોતી. પરંતુ સમયના અભાવે આપણે દરેક સમાચારો પર નજર કરી શકતા નથી. ઘણા બધા એવા મહત્વના સ્થાનિક સમાચારો પર આપણે નજર કરવાનું ચૂકી જતા હોઇએ છીએ.

પરંતુ અમે આપને અહીં પળેપળના એવા સ્થાનિક સમાચારોથી અપડેટ રાખીશું, જે મહત્વના છે અને એ પણ તસવીરો સાથે. આપ આ પેજ પર ગુજરાતના દરેક મહત્વના સમાચારોને તસવીરો સાથે જોઇ અને વાંચી શકશો. ગુજરાતના ખૂણે ખૂણે બનતી ઘટનાઓ અને પળેપળના સમાચારોથી તમને રાખીશું અમે અપડેટ. ગુજરાતના દરેક મહત્વના સમાચારોથી અપડેટ રહેવા માટે આ પેજને રિફ્રેસ કરતા રહો...

શુક્રવારે 4 વાગે ગુજરાતના મુખ્યમંત્રીનું નામ જાહેર થશે

શુક્રવારે 4 વાગે ગુજરાતના મુખ્યમંત્રીનું નામ જાહેર થશે

ગુજરાતના મુખ્યમંત્રીનું નામ શુક્રવારે 4 વાગે જાહેર કરવામાં આવશે. અને અમિત શાહ અને ભાજપના અન્ય વરિષ્ઠ નેતાઓની હાજરીમાં ગઇકાલે 4 વાગે ગુજરાતના મુખ્યમંત્રી અને નવા મંત્રીમંડળની શપથવિધિ કરવામાં આવશે. ત્યારે હાલ તો આ મામલે નીતિન પટેલની દાવેદારી સૌથી વધુ માનવામાં આવે છે.

રાજ્યએ વલસાડ પૂર બાદ જાહેર કરી 1.60 કરોડની સહાય

રાજ્યએ વલસાડ પૂર બાદ જાહેર કરી 1.60 કરોડની સહાય

વલસાડ અને નવસારીમાં ભારે પૂરે જે તરાજી સર્જાઇ છે તે જાતો મુખ્યમંત્રી આનંદીબેને ત્રણેય જિલ્લાઓને 1.60 કરોડની સહાય ફાળવી છે. જો કે આ ત્રણેય જિલ્લામાં મોટી સંખ્યામાં જાન-માલને નુક્શાન થયું છે. અને આજે પણ પાણી ઓસરતા લોકો જ એકબીજાને મદદ કરીને સહાય કરી રહ્યા છે અને હજી સુધી તંત્ર દ્વારા કોઇ સહાય નથી મળી તેવો અસંતોષ લોકોએ વ્યક્ત કર્યો છે.

અમદાવાદના જુહાપુરાની આ કિશોરી કાશ્મીરમાં ફરકાવશે રાષ્ટ્રધ્વજ

અમદાવાદના જુહાપુરાની આ કિશોરી કાશ્મીરમાં ફરકાવશે રાષ્ટ્રધ્વજ

અમદાવાનદા જુહાપુરામાં રહેતી તન્ઝીમ નામની કિશોરી જમ્મુ કાશ્મીરના શ્રીનગરના લાલચોકમાં પંદર ઓગસ્ટના રોજ ભારતીય ધ્વજ ફરકાવશે. તન્ઝીમ મેરાણી માને છે કે જો લાલ ચોકમાં પાકિસ્તાન અને આઇએસઆઇએસના ઝંડા ફરકતા હોય તો આપણે આપણો ઝંડો કેમ ન ફરકાવી શકીએ. જુહાપુરા વિસ્તારમાં રહેતી તન્ઝીમને આ પ્રકારની પ્રેરણા અન્ના હજારેના આંદોલનમાંથી મળી હતી. તેને વિચાર્યું કે દેશ માટે કંઇક નક્કર કરવું જોઈએ જેથી સંવાદિતા જળવાઈ રહે. તન્ઝીમ 10 ઓગસ્ટે દિલ્હી જશે. તેની સાથે તેના માતા પિતા તન્ઝીમ મેરાણી તથા અમીર મેરાણી અને નાનો ભાઈ પણ જશે. તન્ઝીમ અપીલ કરવા માંગે છે કે ભારતીય તરીકે કોઈ તેના હક ઉપર તરાપ ન મારે.

આનંદીબેન પરિવાર સાથે ગાળશે નિવૃત જીવન, નહીં બને રાજ્યપાલ

આનંદીબેન પરિવાર સાથે ગાળશે નિવૃત જીવન, નહીં બને રાજ્યપાલ

આનંદીબેહન મુખ્યમંત્રી પદેથી નિવૃત થતા પંજાબના રાજ્યપાલ બનશે તેવી ચર્ચાઓ થઈ રહી હતી જોકે, હાલ જાણવા મળ્યુ છે કે આનંદીબહેન નિવૃત જીવન ગાળવા ઇચ્છે છે. આનંદીબહેન હવે તેમના પુત્ર સાથે જ રહેશે. તેઓ અમદાવાદમાં જ શિલજમાં રહેતા પોતાના પુત્ર સંજય પટેલના ઘરે રહેશે. આનંદીબેનનો પુત્ર સંજય બિલ્ડર અને જમીનના ધંધા સાથે સંકળાયેલા છે.

ખાંભામાં મહિલા સરપંચના પતિની લાશ કૂવામાંથી મળી

ખાંભામાં મહિલા સરપંચના પતિની લાશ કૂવામાંથી મળી

અમરેલી જિલ્લાના ખાંભા તાલુકાના નાના બારમણ ગામના મહિલા સરપંચના 45 વર્ષીય પતિ ઉકાભાઇ વાલાભાઇ પરમારની તીક્ષ્ણ હથિયારથી હત્યા કરવામાં આવી છે. માથામાં તીક્ષ્ણ હથીયારોના ઘા ઝીંકી પાઇપ અને પત્થર સાથે બાંધી ઉકાભાઇને કૂવામાં ફેંકી દેવાયેલી લાશ સાવરકુંડલા તાલુકાના લીખાળા ગામની સીમમાંથી મળી આવતા ચકચાર મચી જવા પામી છે. નાના બારમણના સરપંચના પતિની હત્યાની આ ઘટના સાવરકુંડલા તાલુકાના લીખાળા ગામની સીમમાં બની હતી. ઘટના સ્થળેથી ઉકાભાઇના શૂઝ પણ મળી આવ્યા હતા.

વડોદરામાં મગરે તોબા પોકારાવી

વડોદરામાં મગરે તોબા પોકારાવી

વડોદરાના નદી નાળાઓમાં મગર મળી આવવા નવાઈ નથી રહી, પરંત આ મગર એટલા તાકાતવાન છે કે તળાવ પાસેની ફેન્સિંગ તોડીને બહાર આવી જાય છે તાજેતરમાં જ શહેરના કાશી વિશ્વનાથ મંદિર પાસેના તળાવની ફેન્સિંગ તોડીને મગર બહાર આવી ગયો હતો. આ મગરને પકડવા માટે વન વિભાગે અતિશય જહેમત ઉઠાવી હતી અને આશરે 14 થી 15 કલાકની મહેનત બાદ મગરને રેસ્કયૂ કરી વન વિભાગે રાહતનો શ્વાસ લીધો હતો. મગરને પકડાયેલો જોઈ સ્થાનિક રહીશોએ પણ નિરાંતનો શ્વાસ લીધો હતો.

રાજકોટના ત્રણ વાર્ડમાં આજે પાણી કાપ

રાજકોટના ત્રણ વાર્ડમાં આજે પાણી કાપ

રાજકોટના વોર્ડ નંબર 9, 10 અને 11માં આજે પાણી કાપ મૂકવાની જાહેરાત કરવામાં આવી છે. નોંધનીય છે કે રાજકોટમાં પાણીની સમસ્યા વિકટ બની છે. અહીંના વિસ્તારોમાં સારી માત્રામાં વરસાદ થવા છતા અને ડેમ ઉભરાવા છતાં રાજકોટમાં પાણીની સમસ્યા તેવીની તેવી જ છે.

અરવલ્લીમાં 9 ઓગસ્ટે પ્રાથમિક શાળાઓમાં રજા

અરવલ્લીમાં 9 ઓગસ્ટે પ્રાથમિક શાળાઓમાં રજા

વિશ્વ આદિવસી દિન નિમિતે પ્રાથમિક શાળાઓમાં રજા જાહેર કરાઈ છે. જે મુજબ અરવલ્લી જિલ્લામાં આવેલા ભિલોડા અને મેઘરજમા આદિવાસી વિસ્તારની પ્રાથમિક શાળાઓમાં રજા રાખવામાં આવશે.

માયાવતીએ ઉના પીડિતોને કરી બે લાખ રૂપિયાની સહાય

માયાવતીએ ઉના પીડિતોને કરી બે લાખ રૂપિયાની સહાય

માયાવતીએ સારંગપુર ખાતે સભાને સંબોધતા ભાજપા પર આકરા પ્રહાર કર્યા હતા સાથે સાથે ઉનાના પીડિતોને બે લાખ રૂપિયાની સહાય પણ આપી હતી. બહુજન સમાજ પાર્ટીના સુપ્રીમો માયાવતીએ સીધું સરકાર પર નિશાન સાધતા જણાવ્યું હતું કે મારા વિરોધ પછી સરકાર જાગી અને વિરોધી પાર્ટીઓના આગેવાનો પણ પીડિતોને મળવા દોડી આવ્યા. હું જ્યારે ટીવીમાં વીડિયો જોતી હતી ત્યારે મને એવું લાગ્યું કે જાણે આ અત્યાચાર મારા પર જ થઈ રહ્યો છે. માયાવતીએ દરેક પીડિતોને મળીને તેમના ખબરઅંતર પૂછ્યા હતા.

આપના કાર્યકરના નિવેદન સામે બ્રહ્મ સમાજે વિરોધ પ્રદર્શન કર્યું

આપના કાર્યકરના નિવેદન સામે બ્રહ્મ સમાજે વિરોધ પ્રદર્શન કર્યું

ભાવનગર ખાતે બ્રહ્મ સમાજે આપની સંગીતાના નિવેદનના મુદ્દે વિરોધ પ્રદર્શન કર્યુ હતું. ઉના દલિત અત્યાચાર બાદ આપની સંગીતા ચાડપા દ્વારા જે અભદ્ર ટિપ્પણી કરવામા આવી હતી. તેને ધ્યાનમાં લઇને ભાવનગરમાં બ્રહ્મસમાજ દ્રારા વિરોધ પ્રદર્શન કરાયું હતું. વિરોધ પ્રદર્શનમાં આપના નેતાઓનાં પૂતળાને આપ પાર્ટીનાં નિશાન ઝાડૂથી ઝૂડી નાખીને વિરોધ પ્રદર્શન કર્યું હતું. દરમિયાન વિરોધ કરી રહેલા 10 લોકોની પોલીસે અટકાયત કરી હતી.

રાજ્યની પ્રથમ ફ્લોટિંગ રેસ્ટોરાં ડૂબી ગઈ

રાજ્યની પ્રથમ ફ્લોટિંગ રેસ્ટોરાં ડૂબી ગઈ

ભરૂચની નર્મદા નદીમાં શરૂ થયેલી રાજ્યની સૌ પ્રથમ ફ્લોટિંગ રેસ્ટોરાં ભરતીમાં દરિયામાં ઉછળેલાં 10 ફૂટ ઊંચાં મોજાંમાં ડૂબી ગઈ છે. 500 ટનથી વધારેનું વજન ધરાવતી ક્રુઝ પાણીના પ્રવાહને કારણે કિનારાથી 60 મીટર અંદર સુધી નદીમાં ચાલી ગઇ છે. ચોમાસાાને કારણે ભાડભૂત વિસ્તાર નજીક દોરડાથી બાંધી લાંગરવામાં આવી હતી પણ પાણીના જોર સામે દોરડાં ટકી ન શકતા માત્ર સાત મહિનાના ગાળામાં જ રાજ્યની પ્રથમ ફ્લોટિંગ રેસ્ટોરન્ટ ડૂબી ગઈ હતી.

English summary
August 4 top local news Gujarat bullet news.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X