For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

વાઇબ્રન્ટ ગુજરાત સંમેલનમાં ભાગ લેશે બાન કી મૂન

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

ગાંધીનગર, 9 ડિસેમ્બર: સંયુક્ત રાષ્ટ્ર મહાસચિવ બાન કી મૂન વાઇબ્રન્ટ ગુજરાત સંમેલન-2015માં ભાગ લેશે. તે 10 અને 11 જાન્યુઆરીના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ગૃહ રાજ્યની યાત્રા પર જઇ રહ્યાં છે. આ દરમિયાન તે આ સંમેલનમાં ભાગ લેશે.

ગુજરાત સરકારના પ્રવક્તા તથા નાણામંત્રી સૌરભ પટેલે આજે કહ્યું કે સંયુક્ત રાષ્ટ્ર મહાસચિવ બાન કી મૂન વાઇબ્રન્ટ ગુજરાત સંમેલન-2015માં ભાગ લેશે. તે 10 જાન્યુઆરીના રોજ ગુજરાત આવશે અને 11 જાન્યુઆરીના રોજ સંમેલનાના ઉદઘાટન સમારોહમાં હાજર રહેશે. સૌરભ પટેલે જણાવ્યું હતું કે બાન કી મૂન સંભવત: અમદાવાદમાં મહાત્મા ગાંધીના સાબરમતી આશ્રમમાં પણ જશે. આ ઉપરાંત તે 11 જાન્યુઆરીના કેટલાક અન્ય સ્થળો પર પણ જશે.

modi-ban-ki-moon

તેમણે જણાવ્યું હતું કે સંયુક્ત રાષ્ટ્ર મહાસચિવની આ કોઇ વેપારિક સંમેલનમાં પહેલી યાત્રા હશે. બાન કી મૂન 2012માં ભારત આવ્યા હતા. રાજ્ય સરકારના અધિકારીઓએ જણાવ્યું હતું કે વાઇબ્રન્ટ ગુજરાત સંમેલનમાં બાન કી મૂન ઉપરાંત ઘણા અન્ય દેશોના પ્રમુખો ભાગ લેશે. રાજ્ય સરકાર 11થી 13 જાન્યુઆરી સુધી વાઇબન્ટ ગુજરાત સંમેલન-2015નું આયોજન કરી રહ્યાં છે. આ સંમેલનનો ઉદ્દેશ્ય રાજ્યમાં વધુમાં વધુ રોકાણ આકર્ષિત કરવાનો છે.

English summary
UN Secretary General Ban Ki-moon will take part in the 'Vibrant Gujarat Summit-2015' during his two-day visit to Prime Minister Narendra Modi's home state on January 10 and 11 next year.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X