બનાસકાંઠા: કેનાલ મારફતે સિંચાઇ માટે પાણી નહીં મળવાની જાહેરાતનો લોકોએ કર્યો વિરોધ
ગુજરાતના પછાત જીલ્લાઓમાં બનાસકાંઠાનો સમાવેશ થાય છે. આ જીલ્લો રાજસ્થાન અને પાકિસ્તાનની બોર્ડરને અડીને આવેલો છે. બનાસ કાંઠા જીલ્લામાં વરસાદ અનિયમિત થાય છે. બનાસકાંઠા જીલ્લામાં વર્ષ 2015થી વર્ષ 2021 સુધી કુદરતી આફતોનો સામનો કર્યો છે. હવે મહામારીના ખપ્પરમાં ફસાયેલા ખેડૂતો કુદરતી આફતોથી મુશ્કેલીમાં મુકાઇ રહ્યાં છે.
ગુજરાત કીશાન સંગઠન બનાસકાંઠા જીલ્લા યુવા પ્રમુખ રૂડાભાઇની આગેવાની હેઠળ લાખણી તાલુકાના 500થી વધુ ખેડતો દ્વારા સુજલામ સુફલામ નહેરમાં પાણી ન આપવાની સરકારની જાહેરાતનો વિરોધ કરી સુત્રાચ્ચાર કર્યા હતા તથા મિણબત્તી સળગાવી વિરોધ પ્રગટ કર્યો હતો.
ચાલુ વર્ષે જીલ્લામાં વરસાદ 7 ટકા કરતા ઓછો થયો છે. કેડૂતો દ્વારા મોંઘવારીના સમયમાં મોંઘુ બિયારણ અને ખાતથી વાવણી કરેલો પાક વરસાદ વિના નિષ્ફળ ગયો છે. થોડોઘણો બચેલો પાક બચાવવા માટે ખેડૂતો વરસાદની રાહ જોઇ રહ્યાં છે. બીજીબાજુ સરકાર 2022માં ખેડૂતોની આવક ડબલ કરવાના દાવા કરે છે. અને મુખ્યમંત્રી સિંચાઇ માટે નહેર મારફતે પાણી આપી પાક બચાવવાની જાહેરાત કરે છે તો નાયબ મુખ્યમંત્રી પ્રેસ કોન્ફરન્સ કરી જાહેરાત કરે છેકે સિંચાઇ માટે પાણી આપી શકાય નહી, તેથી સરકાર ખેડૂતોને મુર્ખ સમજી મશ્કરી કરી રહી છે.