
ગુજરાતમાં 12 સાયન્સનું પરિણામ જાહેર, વાળંદ અને ચોકીદારના પુત્રએ કર્યુ ટૉપ
ગુજરાત સેકન્ડરી એજન્યુકેશન બોર્ડ (જીએસઈબી) ના 12 સાયન્સ પ્રવાહનું પરિણામ જાહેર કરી દેવામાં આવ્યુ છે. 84.20 ટકા સાથે આખા ગુજરાતમાં રાજકોટ જિલ્લાએ બાજી મારી છે. સામાન્ય ઘરમાંથી આવતા વિદ્યાર્થીઓમાં એક વાળંદના પુત્રએ 99.51 ટકા જ્યારે ચોકીદારના પુત્રએ 99.22 ટકા ગુણ મેળવીને પોતાના પરિવાર સહિત રાજકોટનું ગૌરવ વધાર્યુ છે. સાથે જ સફળતા કોઈ પણ સુવિધાની મોહતાજ ન હોવાની વાત સાબિત કરી દીધી છે.

આખા ગુજરાતમાં રાજકોના ધ્રોલ 91.60 સાથે ટૉપ પર
રાજકોટ જિલ્લામાં કુલ 10,320 છાત્રોએ 12 સાયન્સ અને 9967 છાત્રોએ ગુજકેટની પરીક્ષાઓ આપી હતી. રાજ્યના 71.90 ટકાના મુકાબલે રાજકોટ જિલ્લાએ 84.47 ટકા સાથે બાજી મારી છે, જેમાં ધોરાજી 87.95, ગોંડલ 81.98, રાજકોટ 84.20 અને ધ્રોલ 91.60 ટકા પરિણામ સાથે આખા ગુજરાતમાં સૌથી વધુ પરિણામ લાવનાર શહેર બની ગયુ છે. રાજકોટના સારા પરિણામની ખુશીમાં વિદ્યાર્થીઓએ ડીજેના તાલ પર ગરબા રમીને પોતાની ખુશી વ્યક્ત કરી હતી.

નિયમિત રીતે કરી મહેનત
વાળંદનું કામ કરનાર પિતા મનસુખભાઈના પુત્ર અશોકે 99.51 પીઆર મેળવ્યા. અશોકના જણાવ્યા મુજબ નિયમિત રીતે કરેલી મહેનતના કારણે તેને આ સફળતા મળી છે. જો કે અશોક આટલાથી સંતુષ્ટ નથી, તે આગળ દુનિયાનો સર્વશ્રેષ્ઠ ડૉક્ટર બનીને પોતાના માતાપિતા અને પરિવારનું નામ રોશન કરવા સાથે દેશની સેવા કરવા ઈચ્છે છે. આટલુ જ નહિ 12માંની પરીક્ષા પૂરી થયા બાદ જ તે આની તૈયારીઓમાં લાગી ગયો છે. અશોકે પોતાની શાળાના શિક્ષકોનો પણ આભાર વ્યક્ત કર્યો છે.

આર્થિક તંગીના કારણે ટ્યુશન રાખવુ સંભવ નહોતુ
શહેરની જ એક પ્રતિષ્ઠિત શાળામાં ચોકીદારનું કામ કરનારના પુત્ર સંજય ધોરિયાએ પણ 12 સાયન્સ પ્રવાહમાં 99.22 ટકા ગુણ મેળવ્યા છે. સંજયના જણાવ્યા મુજબ આર્થિક તંગીના કારણે ટ્યુશન રાખવુ સંભવ નથી. એટલા સ્કૂલના શિક્ષકોની મદદ અને પોતાની મહેનતથી તેણે આ સફળતા મેળવી છે. પોતાને અહીં સુધી પહોંચવા માટે પિતાનો આભાર માનીને સંજયે આગળ કમ્પ્યુટર એન્જિનિયર બનવાની ઈચ્છા દર્શાવી છે.