વડોદરામાં ખેડૂતોનો ગુલાબી વિરોધ, રસ્તા પર વેર્યા ગુલાબ

Subscribe to Oneindia News

ગુજરાતમાં છેલ્લા થોડા સમયથી ખેડૂતો, સ્થાનિક વેપારીઓ અને કોર્પોરેશન વચ્ચેના ઘર્ષણના મામલાઓ સામે આવી રહ્યાં છે. થોડા સમય પહેલાં જ ગુજરાતમાં કેટલાક ખેડૂતોએ ટામેટાં અને અન્ય શાકભાજીઓનો યોગ્ય ભાવ ન મળતાં તમામ પાક રસ્તા પર વેરી, તેની પર ટ્રેક્ટર ફેરવી પોતાનો વિરોધ નોંધાવ્યો હતો.

અહીં વાંચો - ગુજરાત બજેટ 2017: ખેડૂતોની સબસીડીમાં 20%નો વધારો

હવે વડોદરા ના ખંડેરાવ માર્કેટ પાસે પણ આવી જ પરિસ્થિતિ જોવા મળી છે. અહીં કોર્પોરેશન અધિકારી એ ગુલાબના વેપારીઓ સાથે ખરાબ વર્તન કરતાં વેપારીઓ રોષે ભરાયા છે, સાથે જ ખેડૂતો અને સ્થાનિક વેપારીઓ વચ્ચે પણ ઘર્ષણ થયું છે. ખેડૂતો દ્વારા સ્થાનિક વેપારીઓ પાસે વેપાર માટે જગ્યાની માંગ કરવામાં આવી હતી, જે ન મળતાં ઘર્ષણ સર્જાયું હતું.

baroda roses

એક કિલોમીટર સુધી પથરાયા ગુલાબ

ખેડૂતોએ આજે બુધવારના રોજ પોતાનો અસંતોષ તથા વિરોધ પ્રગટ કરવા માટે અનોખી રીત અપનાવતા રસ્તા પર ગુલાબ ફેંક્યા હતા. ખંડેરાવ માર્કેટ પાસે ખેડૂતોએ સ્થાનિક વેપારીઓ અને કોર્પોરેશનના અધિકારીઓ સામે વિરોધ પ્રગટ કરતાં એક કિલોમીટર સુધીના રસ્તા પર ગુલાબ ફેંક્યા હતા. આ કારણે બે બાઇકસવારો રસ્તા પર લપસી પડ્યા હતા.

baroda roses

4 હજાર ખેડૂતો કરશે વિરોધ

ખેડૂતોનો વિરોધ હજુ પણ યથાવત છે. ખેડૂતોએ માર્કેટ સુપરિટેન્ડન્ટની ઓફિસમાં પણ ગુલાબ ઢોળી પોતાનો વિરોધ પ્રગટ કર્યો છે. હજુ પણ જો ખેડૂતોને વેપાર માટે જગ્યા આપવામાં નહીં આવે તો તેઓ 23 ફેબ્રુઆરી, ગુરૂવારના રોજ કોર્પોરેશન ઓફિસ ખાતે જઇ પોતાનો વિરોધ નોંધાવશે. ચાર હજાર જેટલા ખેડૂતો વેપાર માટે જગ્યાની માંગણી પર કટિબદ્ધ છે અને જગ્યા ન મળી તે તેઓ કોર્પોરેશન ઓફિસે જઇ વિરોધ કરવાની તૈયારી કરી રહ્યાં છે.

English summary
Baroda farmers protest against local businessmen and corporation officer.
Please Wait while comments are loading...