ગરબા રમતા આ નાનકડા ખૈલાયાઓને વટ જોશો તો મોહી પડશો!

Posted By:
Subscribe to Oneindia News

આજે છે નવરાત્રીનો ત્રીજા દિવસ ત્યારે નવરાત્રીની આખુંય વર્ષ રાહ જોતા ખૈલેયાઓ આ નવ દિવસમાં ગરબા રમવાની એક પળ તક જતી કરવા નથી માંગતા. આખી રઢયાળી રાત પણ આ ખૈલેયાઓને ઓછી પડે છે. એટલું જ નહીં તેમના ડ્રેસિંગથી લઇને સ્ટેપ સુધીનું બધુ અનેક લોકો પહેલાથી નક્કી કરીને બેઠા છે.

ત્યારે વલસાડ, વડોદરા અને અમદાવાદમાં નવલી નવરાત્રીના બીજા દિવસે કેવી ધૂમ હતી. વિવિધ સ્થળો પણ લોકો કેવી રીતે ગરબા દ્વારા માં અંબેની ભક્તિ કરી તેની કેટલીક રંગારંગ તસવીરો આજે અમે તમારા માટે લાવ્યા છીએ. તેમાં પણ કેટલાક બાળકોએ તેમની ક્યૂટ સ્ટાઇલ અને અદાથી ગરબાની રોનક વધારી દીધી હતી. ત્યારે આ નવરાત્રીની કેટલીક મસ્ત તસવીરો જુઓ નીચેના આ ફોટોસ્લાઇડરમાં...

અમદાવાદના ભૂલકાઓ
  

અમદાવાદના ભૂલકાઓ

અમદાવાદમાં જૂનિયર શાંતિ ડાંડિયા ઉત્સવ-2015નું આયોજન કરવામાં આવ્યું હતું. આમાં નાના ભૂલકાને ધ્યાનમાં રાખીને ખાસ નવરાત્રીના ગરબાનું આયોજન કરાયું હતું.

ફેરફૂદરડી ફરરર...
  

ફેરફૂદરડી ફરરર...

ત્યારે આ શાંતિ જૂનિયર દાંડિયા ઉત્સવ-2015ના ક્યૂટ રીતે ફેર ફૂદરડી રમતી આ બે નાની છોકરીઓને તો જુઓ

મારો ધોડો ચાલે તબડક તબડક
  

મારો ધોડો ચાલે તબડક તબડક

તો ધોડાના ગેટઅપ સાથે ડાન્સ કરી રહેલા આ નાનકડા બાળકને તો જુઓ.

નાનકડી ઢંગલી
  

નાનકડી ઢંગલી

તો માથે માતાજીની ગરબીને હાથમાં નાનકડી છત્રી લઇને ગરબે ગૂમતી આ નાનકડી ઢંગલીને તો જુઓ. છે ને ક્યૂટ.

વડોદરાના હિરો
  
 

વડોદરાના હિરો

તો વળી સાંસ્કૃતિક શહેર વડોદરામાં આયોજીત ગરબામાં ગરબે ગુમતા આ નાના ખૈલૈયાઓના વટની વાત ના પૂછો.

ઝૂલણ મોરલી
  

ઝૂલણ મોરલી

લાલ આભલાથી ભરેલું કેડિયું અને તેની પર નાનકડી પાધડી આ નાના ખૈલેયાઓની તો વાત જ નીરાળી છે.

વલસાડની નવરાત્રી
  

વલસાડની નવરાત્રી

તો વળી વલસાડમાં પણ નવરાત્રીમાં માં અંબાના આ નાનાકડા ભક્તને ગરબે રમવાનો હોશ જોવા જેવો હતો.

બાળ ગણપતિ
  

બાળ ગણપતિ

ત્યારે અમદાવાદની નવરાત્રીમાં ગરબે ગુમતા આ નાનકડા બાળ ગણપતિ પણ સરસ તૈયાર થઇને આવ્યા છે.

તમારા બાળકોના ફોટો મોકલો
  

તમારા બાળકોના ફોટો મોકલો

જો તમે પણ તમારા બાળકોના ફોટોને અમારા ન્યૂઝ પોર્ટલ પર મૂકવા ઇચ્છતા હોવ તો તમે તમારા બાળકનું નામ, ગામનું નામ અને ડિટેલ નીચેના એડ્રેસ પર મોકલાવી શકો છો. અમે તમારા બાળકોની તસવીર અમારા પોર્ટલ પર મૂકશું.

ઇમેલ એડ્રેસ: chaitali.shukla@oneindia.co.in

 

English summary
Beautiful Navratri Pictures of the children
Please Wait while comments are loading...

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.