For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અમદાવાદ એરપોર્ટ પર શહિદ અશોક તડવીની પુત્રીને મળ્યા રાહુલ

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી દિલ્હી રવાના થતા પહેલા શહીદ અશોક તડવીની પુત્રીને મળશે. જાણો આ અંગે વધુ અહીં

By Chaitali
|
Google Oneindia Gujarati News

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી આજે દિલ્હી પરત ફરશે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ગુજરાતમાં છેલ્લા ત્રણ મહિનાથી ગામડે ગામડે ફરી કોંગ્રેસનો ચૂંટણી પ્રચાર કરનાર રાહુલ ગાંધી આજે ગુજરાતમાં પંજાની વાપસીની આશ સાથે આજે દિલ્હી રવાના થશે. પીએમ મોદી પણ સાંજ પહેલા જ દિલ્હી જવાના રવાના થઇ. ત્યારે જતા પહેલા રાહુલ ગાંધી શહીર અશોક તડવીની પુત્રીની સાથે મુલાકાત કરશે. નોંધનીય છે કે નર્મદાની ભાજપની સભામાં સીએમને મળવા માટે શહિદ અશોક તડવીના પરિવારની પુત્રીને સુરક્ષા કારણોથી ટિંગાટોળી કરીને સભા સ્થળેથી દૂર કરવામાં આવી હતી. અને તે પછી આ મામલે વિવાદ થયો હતો. આખતે તાત્કાલિક ધોરણી સીએમ રૂપાણીએ યુવતીના પ્રશ્નોનો નિકાલ લાવી તેની જમીન અને ફંડ સુપરત કર્યા હતા. વધુમાં આ અંગે રાહુલ ગાંધી પણ ટ્વિટ કરીને સીએમ રૂપાણીને સવાલો પૂછ્યા હતા. તે ઘટના પછી આજે આ યુવતી એરપોર્ટ જતા પહેલા રાહુલ ગાંધીને મળશે.

Rahul Gandhi

નોંધનીય છે કે 14મી ડિસેમ્બરે ગુજરાતમાં ગુજરાત વિધાનસભાની ચૂંટણીના બીજા તબક્કાનું મતદાન છે. તે પછી 18મી ડિસેમ્બરે આ ચૂંટણીના પરિણામો આવશે. ત્યારે દિલ્હી જતા પહેલા રાહુલ ગાંધીએ ભાજપ, મોદી સરકાર અને તેમની નીતિઓ પર અનેક ચાબખા માર્યા હતા. સાથે જ આ વખતે 22 વર્ષ પછી ગુજરાતમાં કોંગ્રેસનું શાસન આવશે તેવો વિશ્વાસ પણ વ્યક્ત કર્યો હતો. ત્યારે જતા પહેલા તે શહીદના પરિવારજનોને મળીને ફરી એક ભાજપની ચિંતા વધારતા જશે તે વાત નક્કી છે.

English summary
Before going to Delhi Rahul Gandhi will meet martyre Ashok Todavi daughter
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X