ગાંધીનગરમાં પોલીસની રેડ, 4000 બોક્સ ભરી વિદેશી દારૂ મળ્યો

Subscribe to Oneindia News

ગાંધીનગર અડાલજ પોલીસે શુક્રવારે મોડી રા સરખેજ હાઇવે પર આવેલા ખોરજ કન્ટેનર ડિપોમાં રેડ કરી અંદાજે 4000 બોક્સ વિદેશી દારૂનો મોટો જથ્થો તેમજ પાંચ લકઝરી કાર જપ્ત કર્યા હતા. ચૂંટણી નજીક આવતા રાજ્યમાં દારૂની તેમજ રોકડ રકમની હેરફેર પર પોલીસ ચાંપતી નજર રાખી રહી છે ત્યારે આટલો મોટો જથ્થો ઝડપાવાની ઘટના સામે આવી હતી.આ બનાવની વિગત એવી છે કે ગઈકાલે ગાંધીનગર જિલ્લાના એસપીને ખાનગીમાં માહીતી મળી હતી કે ખોરજ કન્ટેનર ડેપો પાસે મોટા પાયે દારૂ નો જથ્થો લાવવામાં આવ્યો છે અને તેને અલગ અલગ ટ્રક માં લોડ કરીને ગુજરાતમાં વિવિધ સ્થળો પર ડિલિવરી કરવામાં આવનાર છે.

Gandhinagar

જેના આધારે તાત્કાલિક અડાલજ પોલીસ ને જાણ કરતા પોલીસ સ્થળે પહોંચી હતી. પણ પોલીસ પહોંચવાની માહિતી લીક થતા ત્યાં હાજર સ્થાનિક બુટલેગરો પાંચ લકઝરી કારમાં દારૂ નો જથ્થો મૂકી નાસી ગયા હતા. ગાંધીનગર જિલ્લા પોલીસ વડા વીરેન્દ્રસિંગ યાદવે જણાવ્યું કે કુલ 4000 બોક્સ વિદેશી દારૂ જપ્ત કરવામાં આવ્યો છે. જેની કિંમત અંદાજે રૂપિયા 1 કરોડ પર થવા જાય છે. તેમજ પાંચ કાર પણ જપ્ત કરવામાં આવી છે. વધુમાં તેમણે જણાવ્યું કે આ અંગે ઊંડાણથી તપાસ કરવામાં આવશે અને દારૂ નો જથ્થો ક્યાંથી આવ્યો તો ? કોના દ્વારા સપ્લાય કરવામાં આવ્યો હતો? તે તમામ અંગે તપાસ કરવામાં આવી રહી છે.

Gujarat
English summary
Before Gujarat Election Gandhinagar police seized 1 crore worth liquor
Please Wait while comments are loading...

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.