ચૂંટણી પૂર્વે PaaSએ રાજકારણની ચોપાટમાં શુ દાવ ખેલ્યો
આજે વિધાનસભાની પ્રથમ તબક્કાની ચૂંટણીનો દિવસ છે. ત્યારે પાસના લીડર હાર્દિક પટેલે ભાજપને હરાવવા માટે કોઇ કસર બાકી નથી રાખી ત્યારે ચૂંટણીના આગલા દિવસે પાસ દ્વારા ભાજપ વિરુદ્ધ મોટા દાવ ખેેલ્યો હતો. જેમાં 14 પાટીદાર શહીદોના ફોટો સાથેનું પોસ્ટર બનાવીને સમગ્ર સુરત શહેરમાં લગાવ્યા હતા. આ પોસ્ટરમાં જણાવ્યું હતુ કે 14 પાટીદારોના મોત માટે જવાબદાર ભાજપ સાથે બદલો લેવાનો સમય આવી ગયો છે અને જો આજે બદલો નહી લઇએ તો પાટીદારો પર અત્યાચાર વધી જશે.
એટલું જ નહી, સુરતથી સૌરાષ્ટ્ર તરફ જતી ખાનગી બસોમાં પણ ખુબ મોટા પ્રમાણમાં પોસ્ટર લગાવવામાં આવ્યા હતા. સુરત પાસના કન્વીનર ધાર્મિક માલવિયાએ જણાવ્યું કે અમે કોઇ પક્ષના મિત્ર નથી પણ એટલુ ઇચ્છીએ છીએ કે ભાજપનો 22 વર્ષનો પાપનો ઘડો હવેે ભરાય ગયો છે. જેેથી તેેને ગુજરાતમાંથી રવાના કરી દેવી જોઇએ. માત્ર પાાટીદારો જ નહી, ખેડુતો, આશા વર્કર બહેનો અને કોન્ટ્રાક્ટ પધ્ધતિથી નોકરી કરતા લોકો પર રીતસરનો અત્યાચાર કર્યો છે. કાયદો અને વ્યવસ્થાના બહાને ગુજરાત પોલીસે મહિલાઓ સાથે પણ ગેરવર્તન કર્યું છે. ત્યારે અમારી લડાઇનો આજનો મહત્વનો દિવસ પણ છેે.