For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

લગ્ન કરતા પહેલા નિભાવી પવિત્ર મતદાન કરવાની ફરજ

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં લગ્ન પહેલા સુરત, ભરૂચ અને અમદાવાદના અનેક યુગલોએ પહેલા મતદાન કરવાની પોતાની ફરજ બજાવી અને પછી લગ્નના માંડવે બેઠા.

By Oneindia
|
Google Oneindia Gujarati News

ગુજરાતમાં હાલમાં ઇલેક્શનની સિઝનની સાથે સાથે લગ્નસરા પણ ચાલી રહ્યા છે. ત્યારે મોટા ભાગના યુગલોએ મતદાન કરીને જ લગ્નની ચોરીમાં જવાનું પસંદ કર્યું હતું. ઉલ્લેખનીય છે કે હાલ નવેમ્બર તથા ડિસેમ્બર મહિનામાં ગણતરીના જ મુર્હુતો છે જેમા લગ્ન થઈ શકેછે. ત્યારે મતદાનની તારીખો દરમિયાન જ રાજ્યમાં સંખ્યાબંધ લગ્નો પણ લેવાયા છે. ત્યારે રાજકોટમાં એક કન્યા પણ વોટિંગ કરવામાં આવી હતી. જેના લગ્ન હતા પરંતુ તે લગ્ન પહેલા મતદાન કરવા આવી હતી અને તેણે જણાવ્યુ હતું કે લોકશાહીમાં પાંચ વર્ષે આવતી ચૂંટણી એ દરેક નાગરિકો માટે મહત્વની છે અને સૌએ મતદાનની ફરજ નિભાવવી જ જોઈએ. તો જ આપણે આપણા નેતા યોગ્ય રીતે પસંદ કરી શકીશું અને દેશના અને રાજ્યના વિકાસમાં સહભાગી બની શકીશું.

Gujarat

તો વળી ભરૂચમાં પણ પૂરજોશમાં મતદાન થઈ રહ્યુ છે ત્યારે લગ્ન કરનારા યુવક યુવતી પોતાની વિધીઓ વચ્ચે જ મતદાન કરવા આવ્યા હતા. ભરૂચમાં પ્રભુતામાં પગલા માંડનારા યુગલે વહેલી સવારે મતદાન કર્યું હતું અને જણાવ્યુ હતું કે અમારા જેવા યુવાનોએ આ તક ચૂકવી ન જોઈએ. કારણ કે જેમ લગ્નમાં પણ એક જ વખત યોગ્ય જીવનસાથી પસંદ કરવાન તક મળે છે તેમ ચૂંટણીમાં પણ મતદાન કરીને જ યોગ્ય નેતૃત્વ પસંદ કરવાની તક મળે છે. તો સુરતમાં પણ યુવકે ઘોડે ચઢતા પહેલા મતદાનની ફરજ નિભાવી હતી. રાજ્યમાં મોટા ભાગના સ્થળે જ્યાં યુવક કે યુવતી આજના દિવસે લગ્ન કરવાના હતા તેમણે તથા તેમના પરિવારે મતદાનની ઉત્તમ ફરજ નિભાવીને સરસ દ્રષ્ટાંત બેસાડ્યું હતુ.

bharuch
English summary
Before Marriage Young Couples from Gujarat Prefer to give vote.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X