For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

PM બેંઝામિન નેતન્યાહૂ આજે બનશે ગુજરાતના મોંઘેરા મહેમાન

ઇઝરાયેલના બેઝામિન નેતન્યાહૂ વડાપ્રધાન સાથે પીએમ નરેન્દ્ર મોદી આજે કરશે 14 કિમી લાંબો રોડ શો. ત્યારે જાણો આ અંગે વધુ અહીં.

|
Google Oneindia Gujarati News

જાપાનના પીએમ અને ચીનના રાષ્ટ્રપતિ પછી આજે ઇઝરાયલના વડાપ્રધાન બેઝામિન નેતન્યાહૂ પણ ગુજરાત મોંઘરા મહેમાન બનશે. સાથે જ તે 14 કિલોમીટર લાંબો રોડ શો પણ પીએમ મોદી સાથે કરશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી બેઝામિન નેતન્યાહૂનું અમદાવાદમાં દબદબાપૂર્વક સ્વાગત કરશે. અને અમદાવાદના હવાઇમથકથી સાબરમતી આશ્રમ સુધી પીએમ મોદી અને ઇઝરાયેલના પીએમ બેઝામિન નેતન્યાહૂ રોડ શો કરશે. આ કાર્યક્રમમાં બેઝામિન નેતન્યાહૂની પત્ની પણ જોડાશે. ઉલ્લેખનીય છે કે 14 કિલોમીટર લાંબા આ રોડ શો માટે 50 મંચ તૈયાર કરવામાં આવ્યા છે જેમાં વિભન્ન રાજ્યની નૃત્ય મંડળો નૃત્ય કરીને તેમનું સ્વાગત કરશે.

modi

સાબરમતી આશ્રમ પર 20 મિનિટ રોકાઇ તથા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ આપી, બન્ને નેતાઓ દેવ ધોલેરા ગામના આઇક્રિએટ સેન્ટરનું ઉદ્ધાટન કરશે. સાથે જ તે એક સ્ટાર્ટઅપ પ્રદર્શનીમાં ભાગ લેશે. અને ઇનોવેટર્સ સાથે વાત પણ કરશે. સાથે જ આઇક્રિએટ સેન્ટર પર પીએમ 1500થી વધુ ગુજરાતી વેપારીઓ સાથે લંચ લેશે. જેમાં જાણીતા બિઝનેસમેન ગૌતમ અદાણી, ઝાયડસના પંકજ પટેલ, ટોરેન્ટના સુધીર મહેતા, અરવિંદના સંજય લાલ સમેત અનેક ઉદ્યોગપતિઓ સામેલ છે.

English summary
Benjamin Netanyahu visit Sabarmati Ashram in Ahmedabad, Gujarat, Prime Minister Narendra Modi also accompany him. Read more on it here.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X