• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

અંબાજીમાં રવિવારે ભાદરવી પૂનમનો મેળો, ઉમટી રહ્યું છે ભાવિકોનું ઘોડાપુર

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News
અંબાજી, 28 સપ્ટેમ્બરઃ ગુજરાતના યાત્રાધામ અંબાજી ખાતે ભાદરવી પૂનમનો મેળો યોજાય છે. છેલ્લા પાંચ દિવસથી આ મેળામાં ભાગ લેવા આવનારા શ્રદ્ધાળુઓની સંખ્યા પ્રતિદિન વધી રહી છે. રવિવારે અંબાજી ખાતે મેળો યોજાનાર હોય રાજ્યના વિવિધ સ્થળેથી ભક્તોનું ઘોડાપુર જોવા મળી રહ્યું છે. બીજી તરફ અંબાજીમાં આ સમય દરમિયાન કોઇ અનિચ્છનીય બનાવ ના બને તે માટે પુરતી સુરક્ષા પૂરી પાડવામાં આવી રહી છે.

ગુજરાતના બનાસકાંઠા જિલ્લામાં આવેલું પવિત્ર યાત્રાધામ અંબાજીમાં ભાદરવી પૂનમ આવતા જ તહેવાર જેવું વાતાવરણ સર્જાય છે. મા અંબાને નોરતાનું આમંત્રણ પાઠવવા માટે ગામે-ગામથી પદયાત્રીઓ ઊમટી પડે છે. દેશભરના અલગ-અલગ ભાગોમાંથી પદયાત્રી સંઘો મહિનાઓ પહેલાં અંબાજી પહોંચવા પદયાત્રાનો પ્રારંભ કરે છે.

અંબાજી મંદિર ગુજરાતમાં પૂજાતી દેવીનું મંદિર છે. તેનું મૂળ હજી પણ અજ્ઞાત છે. અંબાજી માતાનું મૂળ મંદિર, ગબ્‍બર, ટેકરીની ટોચ પર આવેલું છે. પ્રાચીન ગ્રંથો અનુસાર એક મૂળ શક્તિપીઠમાંનું એક પીઠ છે. જ્યારે દેવી અંબાનું હૃદય પૃથ્‍વી પર પડયું ત્‍યારે તેનો એક ટુકડો અહીં પડ્યો હતો. એક ત્રિકોણઆકારવાળું વિશ્વયંત્ર શ્રી કેન્‍દ્રમાં, આંકડા અને શબ્‍દો દેવીનું પ્રતિનિધિત્‍વ કરે છે. અહીં કોઇ મૂર્તિ આવેલ નથી. જે મંદિરના પ્રાચીન હોવાની સાબિતી આપે છે. મૂર્તિ પૂજા બહુ પછીથી લોકપ્રિય થઇ હતી.

English summary
Ambaji celebrates a spontaneous Religious Fair and Festival with "Lok Mela" and the big mass of devotees use to come here to worship Maa Ambaji on each day of Poornima during the year.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X