ભરૂચમાં 8 સવારીઓ ભરેલી સ્કૉર્પિયો ઝાડ સાથે ટકરાઈ, 2 મહિલા સહિત ચારના મોત
ભરૂચઃ ગુજરાતના ભરૂચ જિલ્લામાં રાતના સમયે નેત્રંગ ગામ પાસે મોટી દૂર્ઘટના બની ગઈ. અહીં એક પૂર ઝડપે આવતી સ્કૉર્પિયો ઝાડ સાથે ટકરાઈને પલટી ગઈ. જેમાં 2 મહિલાઓ સહિત ચાર લોકોના મોત થઈ ગયા જ્યારે ચાર અન્ય ઘાયલ થઈ ગયા. સ્કૉર્પિયોમાં કુલ આઠ લોકો સવાર હતા.
સૂચના મળતા જ પોલિસે મૃતકોને પોસ્ટમોર્ટમ કરાવવા માટે હોસ્પિટલમાં મોકલી આપ્યા જે બાદ પરિવારજનોને સોંપવામાં આવ્યા. એક પોલિસ અધિકારીએ જણાવ્યુ કે સ્કૉર્પિયોની દૂર્ઘટના એટલી ભીષણ હતી કે ઘટના સ્થળે જ બે મહિલાઓ અને બે પુરુષોનો મોત થઈ ગયા. વળી, 4 ઘાયલોમાં ત્રણની હાલત ગંભીર જણાવવામાં આવી રહી છે.
સ્કૉર્પિયો કાર ચલાવનાર વ્યક્તિ ઝરણાવાડીમાં રહેતા ગણેશભાઈ વસાવા હતા. એ જ કારમાં સુરતના સતીષભાઈનો પરિવાર પણ સવાર હતો. બધા કારમાં ભરૂચથી કરણાવાડી જઈ રહ્યા હતા. એ દરમિયાન રાતે કાર બેકાબુ થઈને રોડના કિનારે ઝાડ પાસે જઈને ટકરાઈ. ટક્કર એટલી ખતરનાક હતી કે સ્થળ પર જ બે મહિલાઓ અને બે પુરુષોના મોત થઈ ગયા.
દેશમાં પહેલી વાર ગુજરાતમાં શરૂ થઈ રહી છે સી-પ્લેન સેવા