• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ભરૂચઃ કેમિકલ પ્લાન્ટમાં ફરીથી લાગી આગ, 1નુ મોત, 3 ઘાયલ, પહેલા પણ થયો હતો બ્લાસ્ટ

|

ભરૂચઃ ગુજરાતમાં અમદાવાદના નાનૂકાકા એસ્ટેટ સ્થિત એક કેમિકલ પ્લાન્ટમાં 12 લોકોના જીવ જતા રહ્યા હતા. ત્યાં એક પછી એક 5 ધમાકા થયા હતા. એ ઘટના બાદ રાજ્યના ભરૂચ જિલ્લા સ્થિત હિમાની ઑર્ગેનિક પ્લાન્ટમાં પણ આગ લાગી ગઈ. આ દૂર્ઘટનામાં એક કર્મચારીનુ મોત થઈ ગયુ. જ્યારે ત્રણ ઘાયલ થઈ ગયા. દૂર્ઘટના ભરૂચ જિલ્લાના ઈન્ડસ્ટ્રીયલ એરિયા દહેજમાં ત્યારે બની જ્યારે હિમાની કંપનીના ઈટીપી પ્લાન્ટમાં રાસાયણિક પ્રોસેસ દરમિયાન અચાનક આગ ભડકી. આ આગ ભીષણ બનતી ગઈ. જેને કાબુ કરવા માટે ફાયર બ્રિગેડની 5 ગાડીઓ બોલાવવી પડી.

હિમાની ઑર્ગેનિક કંપનીના અધિકારીઓનુ કહેવુ છે કે આગથી ઘણુ નુકશાન થયુ. આ આગ રાસાયણિક પ્રોસેસ દરમિયાન લાગી. કંપનીના ઈટીપી પ્લાન્ટમાં ઘણુ કેમિકલ હોવાના કારણે આગ ફેલાતી ગઈ. આ દરમિયાન ત્યાં ઘણા કર્મચારી હાજર હતા. જેમાંથી એક કર્મચારીનુ મોત થઈ ગયુ અને અન્ય ત્રણ ઘાયલ થઈ ગયા.

આ પહેલા જૂન મહિનામાં જ્યારે હિમાની કંપનીના ભરૂચના અંકલેશ્વર જીઆઈડીસીમાં સ્થિત પ્લાન્ટમાં ધમાકો થયો હતો ત્યારે રાતે બે વાગે જોરદાર ધમાકા સાથે આગ લાગી ગઈ હતી. ત્યાં કામ કરતા 6 કર્મચારી ગંભીર રીતે ઘાયલ થયા હતા. ઘાયલોમાંથી એકનુ મોત થયુ હતુ. સૂચના મળતા ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટના સ્થળે પહોંચી અને આગ પર કાબુ મેળવ્યો હતો.

અમદાવાદઃ ફેક્ટરીમાં લાગેલી આગથી 2 બાળકો થયા અનાથઅમદાવાદઃ ફેક્ટરીમાં લાગેલી આગથી 2 બાળકો થયા અનાથ

English summary
Bharuch: Fire broke out at the Himani Organic Plant in Dahej Industrial Area One death, 3 injured.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X