અંકલેશ્વરમાં ડાઈંગ કંપનીમાં ભીષણ આગ

Subscribe to Oneindia News

ભરૂચના અંકલેશ્વર GIDCમાં આવેલ બાલાજી ડાઈંગ કંપનીમાં વહેલી સવારે ભીષણ આગ લાગી હતી. અગમ્ય કારણોસર લાગેલી આગે જોત જોતામાં વિકરાળ રૂપ લઇ લીધો હતો. ફાયર બ્રિગેડને મેસેજ મળતાની સાથેજ તાત્કલિક ઘટના સ્થળે પહોંચી હતી. 5 ફાયરની બ્રિગેડ ગાડી દ્વારા પાણી મારો સતત ચલાવી બે કલાક બાદ આગ પર કાબુ મેળવ્યો હતો.

FIRE

આજે વહેલી સવારે કંપનીના કર્મચારીઓ કંપનીમાં મુકેલા કાપડના સ્ટોકમાંથી ધુમાડા નીકળતા જોતા ફાયર બ્રિગેડના સાધનોથી આગ પર કાબુ મેળવાનો પ્રયાસ કર્યો હતો. કાપડમાં આગ લાગેલી હોવાથી વિકરાળ થઇ ગઈ હતી. જોકે આગની ઘટનાના મેસેજ મળતાની સાથે ફાયર ફાઈટર ઘટના સ્થળે આવી બે કલાકની જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો.

English summary
Bharuch :Huge fire broke out in Dyeing Company of Ankleshwar.Read here more.
Please Wait while comments are loading...