For Quick Alerts
For Daily Alerts

ભરૂચઃ આમોદમાં મછાસરાથી કોલવણાને જોડતા માર્ગને ખુલ્લો મૂકાયો
ભરૂચઃ આમોદ તાલુકાના મછાસરા ગામમાં પ્રવેશતો માર્ગ તેમજ મછાસરાથી કોલવણાને જોડત માર્ગ આમોદ જંબુસરના ધારાસભ્ય સંજયસિંહ સોલંકીના હસ્તે ખુલ્લો મૂકાયો હતો. ઉપરોક્ત માર્ગનુ કાર્ય મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના અંતર્ગત કરવામાં આવ્યુ હતુ. જે કામ પૂર્ણ થતાં જ તેનુ ઉદઘાટન કરવામાં આવ્યુ હતુ. અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહેલા જંબુસરના ધારાસભ્ય સંજયસિંહ સોલંકી દ્વારા રિબિન કાપીને માર્ગો ખુલ્લા મૂકાયા હતા.

ભરૂચ : આમોદમાં મછાસરાથી કોલવણાને જોડતા માર્ગને ખુલ્લો મુકાયો
આ પ્રસંગે આમોદ તાલુકા કોંગ્રેસ પ્રમુખ બચુ શેઠ તેમજ આમોદ તાલુકા પૂર્વ સભ્ય ઈકબાલભાઈ નાથા, મછાસરા ગામના સરપંચ ઈબ્રાહીમભાઈ પુરી તેમજ જંબુસર ગામના વડીલો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. અપ્રોચ માર્ગ 36 લાખના ખર્ચે તૈયાર કરવામાં આવ્યો છે. મછાસરાથી કોલવણા જતો માર્ગ મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના અંતર્ગત એક કરોડ આઠ લાખના ખર્ચે બનાવવામાં આવ્યો છે.
Comments
English summary
Bharuch: The road connecting Machhasara to Kolwana was opened in Amod
Story first published: Wednesday, July 14, 2021, 14:30 [IST]