For Quick Alerts
For Daily Alerts
ભાવનગરઃ IPS સફીન હસને ગેમિંગ પાર્લરના કર્મચારી સાથે કરી મારપીટ
ભાવનગરઃ યુવા આઈપીએસ અને મોટીવેશનલ સ્પીકર સફીન હસન વિવાદમાં સપડાયા છે. ઘોઘા રોડ, શિવાજી સર્કલ પાસે વીડિયો ગેમ પાર્લરના નામે જુગાર રમાતો હોવાની ફરિયાદના પગલે તપાસ કરતા હાજર પાર્લરના કર્મચારીની મારપીટ કર્યાની ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ છે. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.
મોટીવેશનલ સ્પીકર તરીકે પ્રખ્યાત આઈપીએસ ગુસ્સામાં આવીને એક સડક છાપની જેમ મારામારી કરતા જોઈ શકાય છે. વીડિયો ગેમ પાર્લરના કર્મચારીએ એએસપી અને બે પોલિસકર્મીઓ વિરુદ્ધ ભાવનગર રેન્જ આઈજીથી લઈને વડાપ્રધાન કાર્યાલય સુધી ફરિયાદ કરી છે.
ઉલ્લેખનીય છે કે ગુજરાત કેડરના 8 આઈપીએસ અધિકારીઓની તાલીમ હૈદરાબાદમાં પૂર્ણ થતા રાજ્યના પોલિસદળમાં જોડાયા. જેમાં ભાવનગરના સીટી ડીવાયએસપી મનીષ ઠાકરની જગ્યાએ હસન સફિન મુસ્તફાઅલીની નિમણૂક કરવામાં આવી હતી. તે ભારતના સૌથી યુવા આઈપીએસ અધિકારી છે.