Bhavnagar MNC Result 2021 Live: ભાવનગરમાં મતગણતરી બાદ બબાલ
- ભાવનગર મનપામાં ભાજપ આગળ 52 બેઠકની ગણતરીમાં વોર્ડ 1,4,7 અને 11 વોર્ડની ગણતરી પૂર્ણ. ચિત્રા ફુલસર વોર્ડમાં એક માત્ર બેઠક કોંગ્રેસના ફાળે. ચિત્રા ફુલસર વોર્ડમાં 1 બેઠકમાં કોંગ્રેસના કાંતિભાઈની જીત. ભાજપે 15 અને કોંગ્રેસે 1માં જીત મેળવી.
- ભાવનગરમાં વોર્ડ નંબર 1માં ભાજપના 3 ઉમેદવાર અને કોંગ્રેસના 1 ઉમેદવારની જીત.
- ભાવનગર વોર્ડ નંબર 11માં પરિણામ આવ્યા બાદ બબાલ. 30 હજાર ટોટલ મતદારોમાં 28 હજાર મત એક જ ઉમેદવારને મળતાં આપ-કોંગ્રેસે વિરોધ કર્યો.
- ભાવનગર વોર્ડ નંબર 11માં ભાજપની પેનલ જીતી
- ભાવનગર વોર્ડ નંબર 7માં બીજા રાઉન્ડના અંતે પણ ભાજપ આગળ
- ભાવનગર વોર્ડ નંબર 1માં કાંતિ ગોહિલ 3057 મતથી આગળ
- કોંગ્રેસના ઉમેદવાર કાંતિભાઈ ગોહેલ 1958 વોટથી આગળ
- ભાવનગર વોર્ડ નંબર 1માં ભાજપના ઉમેદવાર ઉપેન્દ્ર સિંહ 1323 મતથી આગળ
- ભાવનગર વોર્ડ નંબર 1, 4, 7, 11માં ભાજપ આગળ
- શરૂઆતી ટ્રેન્ડમાં ભાજપ 3 બેઠક પર આગળ ચાલી રહી છે
- ભાવનગરની 52 સીટ પર મતગણતરી હાથ ધરવામાં આવી રહી છે, બહુમતી માટે 27 સીટની જરૂર
ભાવનગરની મહાનગરપાલિકાની ચૂંટણીના પરિણામ આજે આવી જશે. બેલેટ પેપરને લઈ મતગણતરી શરૂ થઈ ચૂકી છે. બેલેટ પેપરની મતગણતરી પૂર્ણ થયા બાદ ઈવીએમથી મત ગણતરી હાથ ધરવામાં આવશે. ભાવનગરમાં સરેરાશ 43.66 ટકા મતદાન નોંધાયું હતું. ત્યારે ઓછું થયેલું મતદાન ભાજપની ચિંતા વધારનારું છે. ગુજરાતની છ મહાનગરપાલિકાના 144 વોર્ડ પર 21 ફેબ્રુઆરીએ મતદાન થયું હતું. આ તમામ વોર્ડના કુલ 2276 ઉમેદવારોની કિસ્મતનો આજે ફેસલો થશે.
Surat MNC Result 2021 Live: સુરત મનપાની 120 બેઠકોના આજે પરિણામ, મત ગણતરી હાથ ધરાઈ
Ahmedabad MNC Result 2021 Live: અમદાવાદની 191 સીટ પર મતગણતરી હાથ ધરાઈ
Jamnagar MNC Result 2021 Live: જામનગરમાં 236 ઉમેદવારોના ભાવીનો આજે ફેસલો
Vadodara MNC Result 2021 Live: વડોદરાના 19 વોર્ડની 76 બેઠકો પર મત ગણતરી