માંડવીમાં અપહરણ બાદ હત્યા કરી, લાશને ફેંકી દીધી

Subscribe to Oneindia News

કચ્છના માંડવી - ભારાસર રોડ પર એક યુવકની લાશ મળી હતી. પોલીસે ઘટનાસ્થળે આવી તપાસ કરતા યુવકની હત્યા કરી લાશને ફેંકી દીધી હોવાનો ખુલાસો થયો છે. જોકે પોલીસે વધુ તપાસ હાથધરતા જેની લાશ મળી હતી તેનું અપહરણ ભુજમાંથી કરવામાં આવ્યું હોવાનો સામે આવતા પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઘટના સસ્થળે દોડી આવ્યા હતા. પોલીસે ફરિયાદ નોંધી આરોપીઓને ઝડપી પાડવા માટે ચક્રોગતિમાન કર્યા છે.

murder

ગત રોજ પોલીસને ફરિયાદ મળી હતી ભુજ માંથી એક યુવકનું અપહરણ થયું છે. જેને લઇ પોલીસે તપાસ કરતી હતી રાત્રે પોલીસને મેસેજ મળ્યો હતો માંડવી - ભારાસર રોડ પર એક યુવકની લાશ મળી છે. જે બાદ ઉચ્ચ અધિકારીઓ સહીત પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. પોલીસે તપાસ હાથ ધરતા જેનું અપહરણ કરવામાં આવ્યું હતું તેની લાશ હતી. મળતી માહિતી મુજબ યુવકનું ભુજથી અપહરણ કરવામાં આવ્યું હતું તેને ગળેફાંસો આપી ફેંકી દેવામાં આવ્યો છે.

આ યુવકનું નામ નવીન ઈશ્વર ગઢવી છે. જેની લાશ મળતા પોલીસે તપાસ હાથધરી છે. મળતી માહિતી મુજબ મૃતક નવીન હિસ્ટ્રીશીટર હતો તેની થોડા સમય અગાઉ પોલીસે છેતરપીંડીના ગુનામાં ધરપકડ કરી હતી. પૈસાના લેવડ - દેવડ મામલે તેની હત્યા થઇ છે તેવું પોલીસને લાગી રહ્યું છે. પોલીસે અલગ - અલગ દિશામાં તપાસ હાથધરી છે.

English summary
Bhuj: one man found dead on the road. Read more on this here.
Please Wait while comments are loading...