For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સાલી ફૂટ, નીકળ, સાલી એક્સ હસબંડ સાથે ફૂટ- કૃણાલનું વોટ્સઅપ

|
Google Oneindia Gujarati News

મીર્ચી મુર્ગાના જાણીતા આરજે કૃણાલ દેસાઇએ તેની મૃત પત્નીને એક દિવસ પહેલા રાત્રે વોટ્સઅપમાં કંઇક આવું જ લખ્યું હતું. નોંધનીય છે કે આવી જ કેટલીક ચેટ જેને કૃણાલે ડિલીટ પણ કરી હતી તે હાલ મીડિયામાં બહાર આવી છે. કૃણાલના મોબાઇલને FSLમાં મોકલવામાં આવ્યો હતો. અને ત્યાં જ આ વાત બહાર આવી છે કે આત્મહત્યાની એક રાત પહેલા ભૂમિએ કૃણાલને અંદેશો પણ આપ્યો હતો કે નેક્ટ દિવસે તું મને હોસ્પિટલમાં જોશે!

ભૂમિ આત્મહત્યા કેસ: શું દુનિયાને હસાવનાર કૃણાલ આવો પણ હોઇ શકે?

ભૂમિ આત્મહત્યા કેસ હવે એક હાઇપ્રોફાઇલ કેસ બની ગયો છે. રોજ રોજ તેની અંગે નવા નવા ધટસ્ફોટ થઇ રહ્યા છે. ભૂમિ કેસના આરોપી તેવા કૃણાલને આજે કોર્ટમાં રજૂ કરાયો હતો. જો કે પોલિસે વધુ રિમાન્ડ ન માંગતા કૃણાલને જ્યુડિશ્યલ કસ્ટડી અંતર્ગત સાબરમતી જેલમાં લઇ જવાશે. વળી આ કેસમાં આગામી સુનવણી 12 ફેબ્રુઆરીએ થશે. ત્યારે કેવા કેવા રાજ ભૂમિ અને કૃણાલના વોટ્સઅપમાંથી બહાર આવ્યા છે. ભૂમિએ હત્યા કરી હતી કે આત્મહત્યા? શું છે કૃણાલનું કાળુ સત્ય? અને કેમ ભૂમિને લગાવી પડી મોતની છલાંગ આવા જ કેટલાક જવાબો મેળવો આ ફોટોસ્લાઇડરમાં....

"યુ ઓલરેડી કિલ્ડ મી" -ભૂમિ દેસાઇ

મીડિયામાં ભૂમિ અને કૃણાલની વચ્ચે થયેલી છેલ્લી વોટ્સઅપ ચેટ બહાર આવી છે. જેમાં ભૂમિ અને કૃણાલ વચ્ચે આત્મહત્યાની ઠીક પહેલાની રાતે થયો હતો જોરદાર ઝગડો. ભૂમિએ કૃણાલને લખ્યું હતું તે મને ખરેખરમાં મારી નાંખી છે.

તારે માત્ર મરવાની વાતો જ કરવી છે ને? -કૃણાલ

તારે માત્ર મરવાની વાતો જ કરવી છે ને? -કૃણાલ

કૃણાલ અને ભૂમિના બેંગકોકના ઝગડા બાદ ગુસ્સે ભરાયેલા કૃણાલે ભૂમિને ઇંસ્ટ્રાગ્રામના ફેવરેટ લિસ્ટમાંથી નીકાળી દીધી જે પર પણ ભૂમિ વિરોધ નોંધાવ્યો કે મને કેમ નીકાળી દીધી. તમે મારાથી કોઇ ફરક નથી પડતો. જેના ઉત્તરમાં કૃણાલ કહ્યું તારે બસ મરવાની જ વાતો જ કરવી છે???

કાલે હું તને હોસ્પિટલમાં મળીશ!- ભૂમિ દેસાઇ

કાલે હું તને હોસ્પિટલમાં મળીશ!- ભૂમિ દેસાઇ

જ્યારે પોતાનો પતિ જ તમારો સાથ ના આપે ત્યારે પત્નીની શું હાલત થાય છે તે વાત જાણવા મળી ભૂમિની વોટ્સઅપ ચેટમાં જ્યારે કૃણાલના વલણથી કંટાળી ભૂમિએ લખ્યું કાલે હું તમે હોસ્પિટલમાં મળીશ. અને બીજા દિવસે જ ભૂમિએ સચિન ટાવર પરથી લગાવી મોતની છલાંગ. અને તેનું મૃતશરીર પહોંચ્યું હોસ્પિટલમાં.

હું નિર્દોષ છું, મારા પર લાગેલા આરોપ ખોટા છે- કૃણાલ

હું નિર્દોષ છું, મારા પર લાગેલા આરોપ ખોટા છે- કૃણાલ

કોર્ટ સમક્ષ જ્યારે કૃણાલને રજૂ કરાયો ત્યારે તેને મીડિયાને બસ એટલું જ કહ્યું કે હું નિર્દોષ છું. મારા પર લાગેલા તમામ આરોપ ખોટા છે. અને મને પોલિસ અને કોર્ટના ન્યાય પર વિશ્વાસ છે.

ખર્ચેલ ભૂમિ પર બગડ્યો હતો કૃણાલ!

ખર્ચેલ ભૂમિ પર બગડ્યો હતો કૃણાલ!

નોંધનીય છે કે બેંગકોકમાં ભૂમિ અને કૃણાલ વચ્ચે જે છેલ્લો ઝગડો થયો હતો તે પણ ભૂમિના ખર્ચા મામલે. બેંગકોકમાં ભૂમિએ 2 દિવસમાં 50 હજાર રૂપિયાનો ખર્ચો કરી કૃણાલ અને તેના પરિવાર માટે ચીજવસ્તુઓ ખર્ચી હતી. જે પર કૃણાલ ભૂમિ પર બગડ્યો હતો. અને આ જ કારણે ભૂમિ આખી રાત રોઇ પણ હતી.

કૃણાલ ભૂમિ ઓવર સેન્સીટીવ છે!

કૃણાલ ભૂમિ ઓવર સેન્સીટીવ છે!

જો કે કૃણાલ પોલિસ સમક્ષ તે વાત કબૂલી હતી કે ભૂમિ ઓવર સેસીટીવ હતી. ભૂમિના આ સ્વભાવની કૃણાલને જાણ હતી. પણ આ જ કારણે ભૂમિ આત્મહત્યા કરી બેસશે તેવી કૃણાલને આશા નહતી. અને થયું પણ તેવું જ બેંગકોક બાદ કૃણાલની વ્યસ્તતાએ ભૂમિને અંદરથી તોડી પાડી હતી. અને આ એકલતા, આ દુખે કદાચ તેને મોતથી છલાંગ લગાવવા અને આ અંતિમ પગલું ભરવા મજબૂર કરી હોય!

કૃણાલના માતા-પિતાની અરજી પર સોમવારે નિર્ણય

કૃણાલના માતા-પિતાની અરજી પર સોમવારે નિર્ણય

ભૂમિની માતાની ફરિયાદમાં કૃણાલ સમેત તેના માતા-પિતા પર પણ સંગીન ફરિયાદો કરવામાં આવી છે. જે અંગે તેમણે આગોતરા જામીન મેળવવાની અરજી કરી હતી. જે મામલે કોર્ટે 1 ફેબ્રુઆરી એટલે કે સોમવારે નિર્ણય સંભળાવવાનું કહ્યું છે. ત્યારે સોમવારે જ ખબર પડશે કે શું કૃણાલની સાથે જ તેના માતા-પિતા પણ જેલની હવા ખાશે કે નહીં!

વોટ્સઅપે ખોલી કૃણાલ અને ભૂમિના સંબંધોની પોલ!

વોટ્સઅપે ખોલી કૃણાલ અને ભૂમિના સંબંધોની પોલ!

ત્યારે મીડિયામાં જે રીતે ભૂમિ અને કૃણાલના વોટ્સઅપ ચેટ બહાર આવી છે તે જોતા ભૂમિના અંતિમ દિવસોમાં ભૂમિ અને કૃણાલ વચ્ચેના સંબંધો કેટલા વણસી ગયા હતા. તે સમજાય છે. ત્યારે આ કેસમાં વાંક કોનો છે અને કોનો નહીં તે તો આવનારા દિવસોમાં કોર્ટમાં જ ખબર પડશે.

English summary
bhumi suicide case, whatsapp chat revealed this about rj kunal. Read all the latest update about this case here.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X