For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પ૦૦થી વધુ જાતના પ૦ હજારથી વધુ રોપાઓનું પ્રદર્શન

|
Google Oneindia Gujarati News

અમદાવાદ, 25 જાન્યુઆરી: શહેરી વિકાસ મંત્રી આનંદીબેન પટેલે આજે અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ પર ફ્લાવર શોને ખુલ્લો મુક્યો હતો. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તથા બાગાયત ખાતાના સંયુક્ત ઉ૫પક્રમે યોજાયેલા આ ફલાવર શો માં અંદાજે પ૦ હજારથી વધુ રોપાઓને પ્રદર્શિત કરાયા છે.

આ ફલાવર શો ને ખુલ્લો મુકતાં મંત્રીએ જણાવ્યું હતું કે, આ પ્રકારનો ફ્લાવર શો સર્વપ્રથમ યોજાયો છે. વિદેશમાં ફૂલોની નિકાસ કરતા ખેડૂતો વચ્ચે સ્પર્ધાનું પણ આયોજન અહીં કરાયું છે. જેના પગલે ફૂલોનું ઉત્પાદન અને નિકાસનું પ્રમાણ વધશે. મંત્રીએ જણાવ્યું હતું કે, ફૂલોના શોખીન નગરજનો માટે પણ આ પ્રદર્શન દર્શનીય બનશે.

narendra modi
અત્રે ૫લ્લેખનીય છે કે, પ૦૦ કરતાં વધુ જાતના પ૦ હજારથી વધુ રોપાઓ શહેરીજનો માટે આકર્ષણરૂપ બન્યા છે. આ ફૂલોમાં બેગ્લુરૂ, જમ્મુ-કાશ્મીર, મેઘાલય જેવા રાજ્યો ઉપરાંત ઓસ્ટ્રેલિયા, ડેન્માર્ક, થાઇલેન્ડ જેવા દેશોના ફૂલો રાખવામાં આવ્યા છે. આ રોપાઓમાં આયુર્વેદિક, બોનસાઇ, કેકટસ, પામ, સિઝનલ ફૂલ, શાકભાજી અને અનેક વૈવિધ્યપૂર્ણ ફૂલોનો સમાવેશ થાય છે.

ગ્લોબલ વોર્મિંગનો પડકાર વિશ્વ સમધા ઊભો થયો છે ત્યારે તેના પડકાર માટે આ ફ્લાવર શો એક આગવું પીઠબળ પુરું પાડશે. આ સ્થળે ૧૬ હજાર જેટલા રંગબેરંગી પુષ્પોથી બનાવાયેલી “SAVE TREE” તથા હાથી-મોર જેવા પશુ-પક્ષીઓની ફૂલોથી બનાવાયેલી પ્રતિકૃતિ આગવું આકર્ષણ બની હતી. આ ફ્લાવર શો ર૯મી જાન્યુઆરી, ર૦૧૩ સુધી ચાલનાર છે.

આ પ્રસંગે મેયર અસિતભાઈ વોરા, ડેપ્યુટી મેયર દર્શનાબેન વાઘેલા, સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેન, મ્યુનિસિપલ કમિશનર તથા અન્ય અધિકારીઓ, હોદ્દેદારો વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

English summary
Biggest flower show starts in ahmedabad by Anandiben Patel.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X