For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Vibrant: બિલ ગેટ્સ, બિલ ક્લિંટન અને જુકરબર્ગ જોવા મળશે એક મંચ પર

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

ગાંધીનગર, 19 ડિસેમ્બર: ગુજરાતમાં આગામી જાન્યુઆરીમાં આયોજિત થનાર ગુજરાત વાઇબ્રંટ સમિટ-2015નું કાઉંટ ડાઉન શરૂ થઇ ગયું છે. ગુજરાતની સાતમી અને નરેન્દ્ર મોદીના વડાપ્રધાન બન્યા આયોજિત થનાર આ સમિટ ઘણા પ્રકારે ઐતિહાસિક હશે. આ આંતરરાષ્ટ્રીય ઇવેંટ પર આખી દુનિયાની નજર રહેશે. કારણ કે આ સમિટમાં અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ બિલ ક્લિંટન, બિઝનેસમેન બિલ ગેટ્સ અને ફેસબુકના સંસ્થાપક માર્ક ઝુકરબર્ગ પણ એક મંચ પર જોવા મળશે.

અન્ય દિગ્ગ્જ હસ્તીઓમાં જાપાનની સુજુકી મોટર કોર્પોરેશના સીઇઓ આસામુ સુજુકી, પેપ્સીકોની ચેરમેન અને એક્ઝિકેટિવ ઓફિસર ઇંદ્રા નૂયી, જનરલ મોટર્સના સીઇઓ મેરી બેરા, માઇક્રોસોફ્ટના સીઇઓ સત્યા નાડેલા ઉપરાંત વર્લ્ડ બેંક ગ્રુપ પ્રેસિડેંટ જિમ યંગ કિમ તથા વર્લ્ડ ઇકોનોમિક ફોરમના ફાઉંડર અને એક્ઝિક્યુટિવ ચેરમેન ક્લોસ ચવાબ જેવી દિગ્ગ્જ હસ્તીઓ પણ સામેલ થશે. વાઇબ્રંટ સમિટ દરમિયાન 11 જાન્યુઆરીના આયોજિત થનાર ગ્લોબલ સીઇઓ કોન્ક્લેવમાં ફોર્ચ્યૂન 500માં સામેલ બધા કંપનીઓના સીઇઓને આમંત્રિત કર્યા છે.

bill-mark-cliton

આ ઉપરાંત 11 જાન્યુઆરીના રોજ આયોજિત થનાર ગ્લોબલ સીઇઓ કોન્કલેવમાં બૉલીવુડ સુપર સ્ટાર સલમાન ખાન અને ઑસ્કર એવોર્ડ વિનર સંગીતકાર એ.આર. રહેમાન પરફોર્મ કરશે. કાર્યક્રમમાં ગાયક સુખવિંદર સિંગ અને પંડિત જસરાજ જેવી દિગ્ગજ હસ્તીઓ પણ હાજર રહેશે.

English summary
Bill Getes, Bill Clinton and Mark Zuckerberg in Gujarat Vibrant Summit.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X