Bird Flu: સુરેન્દ્રનગરમાં મૃત પક્ષીઓ મળી આવ્યા, તંત્રમાં દોડધામ
કોરોના વાયરસ મહામારી વચ્ચે દેશમાં હવે વધુ એક આફતે દસ્તક આપી દીધી છે. પાછલા એક અઠવાડિયા દરમ્યાન રાજસ્થાન, કેરળ, હિમાચલ પ્રદેશ અને હરિયાણા સહિત કેટલાય રાજ્યોમાં બર્ડ ફ્લૂના મામલા મળ્યા બાદ હડકંપ મચી ગયો છે. આ રાજ્યોમાં સતત મોટી સંખ્યામાં પક્ષીઓનાં મોત થઈ રહ્યાં છે જે બાદ કેન્દ્ર સરકાર પણ હરકતમાં આવી ગઈ છે અને રાજ્ય સરકારોને (H5N1 Avian Flu)નું સંક્રમણ રોકવા માટે જે કંઈપણ જરૂરી પગલાં હોય, તે તાત્કાલિક ઉઠાવવા કહ્યું છે. સરકારે રાજ્યોને જાહેર કરેલ દિશા નિર્દેશમાં કહ્યું છે કે પક્ષીઓની આ બીમારી માનવ શરીર અથવા બીજાં જાનવરોમાં ફેલાવવાથી ગંભીર હાલાત પેદા થઈ શકે છે, માટે આ દિશામાં તરત પ્રભાવી ઉપાય કરવામાં આવે.
દેશભરમાં બર્ડ ફ્લુની દહેશત ચાલી રહી છે. બર્ડ ફ્લુની અસર કેરળમાં વધારે જોવામાં આવી રહી છે. આ સાથે ગુજરાતમાં પણ બર્ડ ફ્લુના એંધાણ આવી રહ્યાં છે. સુરેન્દ્રનગર જીલ્લાના લખતર તાલુકાના ઓળક ગામની સીમમાંથી મૃત હાલતમાં પક્ષીઓ મળી આવ્યા છે. ઓળક ગામની સીમમાં આવેલ ખેતરમાં થી એક સાથે મૃત હાલતમાં 8 માદા મોર અને 1 તેતર સહીત 9 પક્ષીઓ મળી આવ્યા હતા. ગ્રામજનોએ આ અંગે વનવિભાગની ટીમને જાણ કરતા ધટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે. વન વિભાગની ટીમે મૃત પક્ષીઓનો કબજો લઇ પોસ્ટ મોટર્મ અર્થે મોકલવાની તજવીજ હાથ ધરી હતી. મોટી સંખ્યામાં પક્ષીઓના મોત થી પક્ષી પ્રેમી સહીત ગ્રામજનોમા રોષની લાગણી ફેલાઇ હતી.
હરિયાણા, હિમાચલ પ્રદેશ સહિત કેટલાય રાજ્યોમાં બર્ડ ફ્લૂનો પ્રકોપ