
birth anniversary of Sardar Vallabhbhai Patel : જાણો સરદાર પટેલના જીવનની કેટલીક ખાસ વાતો
birth anniversary of Sardar Vallabhbhai Patel : વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં વર્ષ 2014માં રાષ્ટ્રીય એકતા દિવસની શરૂઆત કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે, આઝાદી બાદ દેશને એક ડોરમાં બાંધનાર સરદાર વલ્લભભાઈ પટેલ આઝાદી પછી દેશના પ્રથમ નાયબ વડાપ્રધાન અને ગૃહમંત્રી પણ હતા.
આજે દેશભરમાં સરદાર વલ્લભભાઈ પટેલની 146મી જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી રહી છે. આ દિવસને રાષ્ટ્રીય એકતા દિવસ તરીકે પણ ઉજવવામાં આવે છે. જેની શરૂઆત વર્ષ 2014માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કરવામાં આવી હતી.
રાષ્ટ્રીય એકતા દિવસ નિમિત્તે જાણો સરદાર પટેલના જીવન વિશેની 8 રસપ્રદ વાતો...
- સરદાર વલ્લભભાઈ પટેલનો જન્મ 31 ઓક્ટોબર, 1875ના રોજ ગુજરાતના નડિયાદમાં થયો હતો.
- સરદાર વલ્લભભાઈ પટેલે લંડનથી બેરિસ્ટરનો અભ્યાસ કર્યો હતો.
- સ્વતંત્રતા સંગ્રામ દરમિયાન મહાત્મા ગાંધીના વિચારોથી પ્રેરિત થઈને સરદાર પટેલ આઝાદીની લડાઇમાં જોડાયા હતા.
- 1928માં બારડોલી સત્યાગ્રહમાં ખેડૂત આંદોલનનું નેતૃત્વ સરદાર પટેલે કર્યું હતું.
- સરદાર પટેલે 562 નાના-મોટા રજવાડાઓને ભારતીય સંઘમાં જોડ્યા હતા.
- સરદાર વલ્લભભાઈ પટેલની 182 મીટર (વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા) સ્ટેચ્યુ ઓફ યુનિટીનું નિર્માણ ગુજરાતમાં નર્મદાના સરદાર સરોવર ડેમની સામે કરવામાં આવ્યું છે.
- સરદાર પટેલનું નિધન 15 ડિસેમ્બર, 1950ના રોજ મુંબઈમાં થયું હતું.
- 1991માં સરદાર પટેલને મરણોપરાંત ભારતનું સર્વોચ્ચ નાગરિક સન્માન 'ભારત રત્ન' એનાયત કરવામાં આવ્યો હતો.
ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્ટેચ્યુ ઓફ યુનિટીના નિર્માણની સરદાર પટેલ જયંતીને રાષ્ટ્રીય એકતા દિવસ તરીકે ઉજવવાની જાહેરાત કરી હતી.
હાલમાં વડાપ્રધાન મોદી ઈટાલીની રાજધાની રોમમાં છે. જે કારણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ આજે રેકોર્ડેડ વીડિયો સંદેશ દ્વારા આ સમારોહને સંબોધિત કરશે.
ઉલ્લેખનીય છે કે, સરદાર વલ્લભભાઈ પટેલની 147મી જન્મજયંતી નિમિત્તે 31 ઓક્ટોબરના રોજ રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીને ધ્યાનમાં રાખીને ગુજરાતના નર્મદા જિલ્લાના કેવડિયા ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટી 28 ઓક્ટોબરથી 1 નવેમ્બર વચ્ચે મુલાકાતીઓ માટે બંધ રહેશે.
વિશ્વની સૌથી ઉંચી 182 મીટરની સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા મુખ્ય પ્રવાસી આકર્ષણ છે. સ્ટેચ્યુ ઓફ યુનિટીના ચીફ એડમિનિસ્ટ્રેટરની ઓફિસે તેની સત્તાવાર વેબસાઈટ પરની નોંધમાં જણાવ્યું હતું કે, પ્રતિમા અને અન્ય આકર્ષણો સાથે 28 ઓક્ટોબરથી 1 નવેમ્બર સુધી મુલાકાતીઓ માટે બંધ રહેશે.
અમિત શાહે સરદાર વલ્લભભાઈ પટેલને તેમની જન્મજયંતી નિમિત્તે કેવડિયામાં સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે શ્રદ્ધાંજલિ આપી હતી. જે બાદ અમિત શાહે સ્ટેચ્યુ ઓફ યુનિટી પર આયોજિત કાર્યક્રમમાં પણ ભાગ લીધો હતો.
સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ પર અમિત શાહે ટ્વીટ કરીને જણાવ્યું કે, સરદાર પટેલનું જીવન આપણને જણાવે છે કે, કેવી રીતે એક માણસ તેમની મજબૂત ઈચ્છાશક્તિ, લોખંડી નેતૃત્વ અને અદમ્ય દેશભક્તિ સાથે દેશની તમામ વિવિધતાને એક સંયુક્ત રાષ્ટ્રમાં પરિવર્તિત કરી શકે છે. દેશના એકીકરણની સાથે સાથે સરદાર સાહેબે સ્વતંત્ર ભારતનો વહીવટી પાયો નાખવાનું કામ પણ કર્યું છે.