અનુષ્કા શર્માની સાથે રાજકોટ પહોંચ્યા વિરાટ કોહલી

Posted By:
Subscribe to Oneindia News

રાજકોટના ખંઢેરી સ્ટેડિયમાં પહેલી વાર ટેસ્ટ મેચ રમાવાની છે. ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાનારી આ ટેસ્ટ મેચ માટે ટીમ ઇન્ડિયાના ચાર ખેલાડીઓ આજે રાજકોટ એરપોર્ટ પહોંચ્યા હતા. જેમાં ટીમના કેપ્ટન વિરાટ કોહલી પણ હતા. નોંધનીય છે કે આજે વિરાટ કોહલીનો બર્થ ડે પણ છે.

virat and anushka at rajkot

ત્યારે રાજકોટ એરપોર્ટ પર તેમની સાથે અનુષ્કા શર્મા પણ જોવા મળી હતી. અનુષ્કાની એન્ટ્રી અને તે પણ વિરાટ કોહલીના સાથે જોઇને હાજર તમામ લોકો ચોંકી ગયા હતા.નોંધનીય છે કે લાંબા સમયથી વિરાટ અને અનુષ્કા છૂટા પડી ચૂક્યા છે. ત્યારે રાજકોટમાં આ બન્ને સેલેબ્રિટીની હાજરી ફરી તેમની વચ્ચેના સંબંધોને કર્ન્ફર્મ કર્યો છે.

નોંધનીય છે કે વિરાટની સાથે ઇશાંત શર્મા, અમિત મિશ્રા અને જયંત યાદવ પણ રાજકોટ પહોંચી ચૂક્યા છે. ત્યારે રાજકોટની હોટલ ખાતે પણ વિરાટના બર્થ ડે નિમિત્તે ભવ્ય તૈયારીઓ કરવામાં આવી છે. અને વિરાટ કહોલી આ વખતે તેમનો બર્થ ડે ગુજરાતની મહેમાનગતિ સાથે મનાવશે. ત્યારે રાજકોટમાં વિરાટ અને અનુષ્કાને જોઇને ત્યાં હાજર રહેલા તેમના ફેન્સની ખુશીની કોઇ સીમા નહતી રહી. અને લોકો તેમની સાથે સેલ્ફી લીધી હતી.

English summary
Birthday boy virat kohli and actress anushka sharma arrived at Rajkot airport.
Please Wait while comments are loading...