For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સુતરની માળા બાબતે બબાલ, ભાજપે રાહુલ ગાંધી પર લગાવ્યો મહાત્મા ગાંધીના અપમાનનો આરોપ

સુતરની માળા બાબતે બબાલ, ભાજપે રાહુલ ગાંધી પર લગાવ્યો મહાત્મા ગાંધીના અપમાનનો આરોપ

|
Google Oneindia Gujarati News

ભારતીય જનતા પાર્ટીએ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના ગુજરાત પ્રવાસને લઈ હુમલો બોલ્યો છે. ભાજપે મંગળવારે આરોપ લગાવતા કહ્યું કે રાહુલ ગાંધીએ વડોદરા એરપોર્ટ પર સુતરની માલા પહેરવાનો ઈનકાર કરી અને તેને ત્યાં જ છોડી મહાત્મા ગાંધીનું અપમાન કર્યું છે. રાહુલ ગાંધીએ જ્યારે એરપોર્ટ પર ઉતર્યા તો કેટલાક સ્થાનિક કોંગ્રેસી નેતાઓ તેમને ચરખાથી બનેલ સુતરની માળા પહેરાવવા લાગ્યા. જો કે તેમણે માળા ના પહેરી અને એક સ્થાનિક નેતા પાસેથી પોતાના હાથમાં લઈ લીધી. વીડિયોમાં જોઈ શકાય છે કે રાહુલ ગાંધી આ માળાને એરપોર્ટ પરની સીડીની રેલિંગ પર રાખી રહ્યા છે.

rahul gandhi

ગાંધીજી પ્રત્યે કોઈ સમ્માન નથીઃ ભાજપ

ભાજપના નેતાઓએ રાહુલ ગાંધીની આ ક્લિપ ટ્વીટ કરી અને માંગ કરી કે કોંગ્રેસે આવા વ્યવહાર બદલ માફી માંગવી જોઈએ. ભાજપના પ્રવક્તા યમલ વ્યાસે આરોપ લગાવ્યો કે મહાત્મા ગાંધીએ ચરખાનો ઉપયોગ કરી સામાજિક ક્રાંતિ શરૂ કરી હતી અને સુતરની માળા તેમને પસંદ હતી. કોંગ્રેસ નેતાએ તેનું અપમાન કરી બતાવી દીધું કે તેમની અંદર ગાંધીજી પ્રત્યે કોઈ સમ્માન નથી.

સત્તા મેળવવા ગાંધી ઉપનામ મેળવ્યું

વડોદરાના પૂર્વ મેયર અને ગુજરાત ભાજપના સહ-પ્રવક્તા ભરત ડાંગરે પણ વીડિયો ટ્વીટ કર્યો. તેમણે કહ્યું કે જે લોકોએ સત્તા મેળવવા માટે મહાત્મા ગાંધીનું ઉપનામ અપનાવ્યું, તેમના ઉત્તરાધિકારી રાહુલ ગાંધીએ સુતરની માળા પહેરવાને બદલે સીડી પર જ મૂકીને જતા રહ્યા. આ મહાત્મા ગાંધીનું અપમાન છે, કોંગ્રેસે માફી માંગવી જોઈએ.

કોંગ્રેસે આરોપો ફગાવ્યા

જ્યારે કોંગ્રેસે આરોપો ફગાવતા કહ્યું કે આ કોઈ મુદ્દો નથી. કોંગ્રેસ પ્રવક્તા હેમાંગ રાવલે કહ્યું કે રાહુલ ગાંધી અથવા અન્ય કોઈપણ કોંગ્રેસીના મનમાં મહાત્મા ગાંધી માટે સમ્માન જ છે. અમે ગાંધીજીના અનુયાયી છીએ, ભાજપની જેમ ગોડસેના નથી. હેમાંગ રાવલે દાવો કર્યો કે રાહુલ ગાંધીએ સુતરની માળા લઈ લીધી હતી પરંતુ તે લીધા બાદ તેનું શું ઉપયોગ થઈ શકે. તેમણે કોઈ અપમાન નથી કર્યું.

English summary
bjp allages rahul gandhi of insulting mahatma gandhi
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X