For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રાજ્યસભા ચૂંટણીઃ ભાજપ હોય કે કોંગ્રેસ લોકશાહીનું ચીરહરણ તો કરશે જ!

રાજ્યસભા ચૂંટણીઃ ભાજપ હોય કે કોંગ્રેસ લોકશાહીનું ચીરહરણ તો કરશે જ!

|
Google Oneindia Gujarati News

દેશમાં એક તરફ કોરોના વાયરસનો ભય ઝઝૂમી રહ્યો છે. ત્યારે, બીજી તરફ ઠેર ઠેર લોકશાહીની ધજ્જીયાં ઉડાવતાં પ્રસંગો પેદા થઇ રહ્યા છે. ધારાસભ્યોના આયારામ ગયારામ અને સોદાબાજી થઇ રહ્યા છે. મધ્યપ્રદેશમાં કોંગ્રેસ સત્તા બચાવવાની લડાઇ લડી રહ્યુ છે. પોતાના ધારાસભ્યોને સાચવવા અને બળવાખોર ધારાસભ્યોને મનાવવાના મરણીયા પ્રયાસમાં લાગ્યું છે. ત્યારે, ગુજરાતમાં દર રાજ્યસભાની ચૂંટણીમાં ભજવાતાં ધારાસભ્યોની રાજીનામાંની થિયરી આ વખતે પણ જોવા મળી છે.

rajya sabha

હાલની સ્થિતિએ કોંગ્રેસના પાંચ ધારાસભ્યો કોંગ્રેસ સાથે છેડો ફાડીને વિધાનસભાના સભ્ય પદેથી રાજીનામું આપી ચુક્યા છે. ત્યારે, હજુ પણ બે ત્રણ ધારાસભ્યો રાજીનામું આપે તેવા સંકેત મળી રહ્યા છે. કોંગ્રેસના ધારાસભ્યો દર રાજ્યસભાના સભ્યોની ચૂંટણી વખતે આ રીતે રાજીનામાં આપીને ભાજપમાં જોડાતા જોવા મળ્યા છે. આ વખતની ચૂંટણીમાં કોંગ્રેસનું સંખ્યા બળ ઘટવાના કારણે ભાજપના ત્રીજા સભ્યને ચૂંટાવા સંભાવના પ્રબળ બની ગઇ છે.

જોકે, ચૂંટણી મની અને મસલ્સ પાવરનો ખેલ ગણાય છે. પરંતું, છડેચોક ધારાસભ્યોના સોદાબાજી કરીને સંખ્યાબળ બનાવવાની ભાજપની રીત હવે કાયમી થઇ ગઇ હોય તેવું મતદારોને પણ કોઠે પડી ગયું છે. લોકશાહીની મર્યાદાની વંડી ઠેકાવા માંડી છે. કોંગ્રેસના નીતિહિન ધારાસભ્યો પોતાને મળેલો જનાદેશ લીલામ કરતાં હોય તેમ વેચાઇ રહ્યા છે. તો, ભાજપ પણ ધારાસભ્યોની સોદાબાજી કરવાને જાણે કે ગોરવ માનતી હોય તેમ પોષી ભ્રષ્ટાચારને પ્રોત્સાહન આપી રહી છે. કોંગ્રેસની સ્થિતિ દયાજનક તો નથી. પરંતું, જ્યારે, પાયાના કાર્યકરોને અવગણીને તેમજ રાજકીય સોદાબાજી કરનારા નેતાઓના ઇસારે ટીકિટો આપે તેનું પાપ ભોગવી રહી છે.

હાલની સ્થિતિમાં કોંગ્રેસના એક સાંસદ રાજ્યસભા માટે ચૂંટાય તેવી પરિસ્થિતિ ઉભી થઇ છે. પરંતું, ભાજપે પોતાની પાસે બે સાંસદો ચૂંટાય તેટલુ સંખ્યાબળ હોવા છતાં અનૈતિક રીતે લોકશાહીના તંદુરસ્ત મૂલ્યોને અવગણીને ખુલ્લેઆમ ધારાસભ્યોની ખરીદ વેચાણ સંઘ ચાલુ કર્યુ હોય તેમ પોતાના ત્રીજા સભ્યને જીતાડવાની કુચેષ્ઠા પણ કરી છે.

ગુજરાત રાજ્યસભા ચૂંટણીઃ રાજીનામુ આપનાર કોંગ્રેસના 5 ધારાસભ્યોને પાર્ટીએ કર્યા સસ્પેન્ડગુજરાત રાજ્યસભા ચૂંટણીઃ રાજીનામુ આપનાર કોંગ્રેસના 5 ધારાસભ્યોને પાર્ટીએ કર્યા સસ્પેન્ડ

આવનારો સમય ભાજપ હોય, કોંગ્રેસ હોય કે અન્ય કોઇ રાજકીય પાર્ટી હોય.. આ તમામને આ દેશનો નાગરિક જે મૂલ્યો વર્તમાનમાં શીખી રહ્યો છે, તે વારસો મળવાનો છે. આ સ્થિતિ નૈતિકતાને ક્યાં સ્થાન છે ? લોકશાહીની જો આ વ્યાખ્યા હોય તો શું બદલાવની શક્યતા છે ? મતદારોને કોઠે પડી ગયેલી આ પરિસ્થિતિ શું ક્રાંતિનો માર્ગ મોકળો કરશે કે કેમ ? આ અનેક સવાલો ઉભા થાય છે. પરંતું, જાતિવાદ અને ધર્માંધતાના કોઠે પડી ગયેલી રાજનીતિ વિશે વિચારવાનો લોકો પાસે સમય કેટલો!

English summary
BJP and congress are destroying values of democracy in rajyasabha election
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X