India
  • search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભાજપને ઝટકો, બાયડમાં બળવાખોરે અપક્ષ ફોર્મ ભર્યું

|
Google Oneindia Gujarati News
બાયડ, 30 નવેમ્બર: જેમજેમ ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખો નજીક આવી રહી છે તેમતેમ ગુજરાતના મુખ્ય પક્ષો કોંગ્રેસ અને ભાજપમાં ઉમેદવારોની ટીકિટ ફાળવણીને લઇને ઘમાસાણ ચાલી રહી છે. ટીકિટ નહી મળતા કાર્યકર્તાઓ પક્ષ છોડી રહ્યા છે. કોંગ્રેસના ઘણા નેતાઓ ભાજપમાં જોડાયા છે. જેની વચ્ચે એક સમાચાર બાયડથી આવી રહ્યા છે કે ભાજપના અસંતોષી નેતાએ અપક્ષ ઉમેદવારી નોંધાવી છે.

બાયડમાં ભાજપના ધારાસભ્ય ઉદેસિંહ ઝાલા સામે નિરીક્ષકો સમક્ષ ઉગ્ર આક્રોશ સંગઠન અને કાર્યકરોએ વ્યક્ત કર્યા હોવા છતાં ફરીથી તેઓને રીપીટ કરાતાં નારાજ થયેલા પાટીદાર આગેવાન, બાયડ તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ ચૂનીભાઈ બબાભાઈ પટેલે બળવો કરી ૩૦૦ કાર્યકરો સાથે અપક્ષ ઉમેદવારી કરતાં વિધાનસભા મતક્ષેત્રમાં રાજકીય ગરમાવો આવી ગયો છે.

ભાજપના ઉમેદવાર ઉદેસિંહ ઝાલાએ પણ ટેકેદારો સાથે શુભમૂહુર્તમાં પોતાની ઉમેદવારી નોંધાવી હતી. હવે ર્કાંગ્રેસ અને ગુજરાત પરીવર્તન પાર્ટી કોને મેદાનમાં ઉતારે છે તેના ઉપર પ્રજા અને રાજકીય પક્ષોના કાર્યકરોની મીટ મંડાઈ ગઈ છે.

English summary
BJP candidate filled assembly election form as non-party from Bayad.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X