BJP Chintan Shivir: અમિત શાહ અને ભૂપેન્દ્ર યાદવ બનાવશે ગુજરાત વિધાનસભા ચૂંટણીની રણનીતિ
વિધાનસભા ચૂંટણી પહેલાં ગુજરાત ભાજપની બે દિવસીય ચિંતન શિબિરમાં સરકાર અને સંગઠનના કામકાજની સમીક્ષા થશે. સાથે જ મહત્વના ચૂંટણીલક્ષી કાર્યોની જવાબદારી પણ નક્કી કરવામાં આવશે. કેન્દ્રીય મંત્રી અમિત શાહ અને ભૂપેન્દ્ર યાદવ પણ આ ચિંતન શિબિરમાં સામેલ થશે. હાર્દિક પટેલ સહિત કોંગ્રેસ ધારાસભ્યોનું ભાજપમાં સામેલ થવા પર પણ આમાં નિર્ણય લેવાય શકે છે.
રવિવારથી શરૂ થનાર ભાજપની ચિંતન શિબિરમાં વિધાનસભા ચૂંટણીલક્ષી રણનીતિ પર ચર્ચા થશે. અનેક એવા મુદ્દા છે જેના પર ભાજપની ચિંતન શિબિરમાં ચર્ચા થશે.
ઉલ્લેખનીય છે કે ભાજપની આ ચિંતન શિબિરમાંથી રાજ્યના મંત્રીઓ, સાંસદો અને ધારાસભ્યોને પણ અલગ રાખવામાં આવ્યા છે એટલે કે પસંદ કરાયેલા 40 નેતાઓ જ આ શિબિરમાં ભાગ લેશે. રાજ્યમાં ભાજપ 182માંથી 150 સીટ જીતીને પૂર્વ મુખ્યમંત્રી માધવ સિંહ સોલંકીનો 149 સીટનો રેકોર્ડ તોડવા માંગે છે. કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલ, વિધાનસભામાં વિપક્ષના સચેતક શૈલેષ પરમાર જેવા કેટલાક મોટા નેતા પણ ભાજપના સંપર્કમાં છે. જેના પર પણ ભાજપે ફેસલો કરવાનો છે. કેમ કે પ્રદેશ ભાજપનો એક વર્ગ હાર્દિક પટેલને પાર્ટીમાં લેવાના પક્ષમાં નથી.
ભાજપના પ્રદેશ મહામંત્રી પ્રદીપ સિંહ વાઘેલા અને મીડિયા પ્રભારી યજ્ઞેશ દવે જણાવે છે કે ગુજરાત ભાજપના અધ્યક્ષ સીઆર પાટિલની અધ્યક્ષતામાં અમદાવાદના બાવળાના કેંસવિલામાં યોજાનાર ચિંતન શિબિરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ઉપરાંત કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ, કેન્દ્રીય પર્યાવરણ મંત્રી અને ગુજરાત પ્રભારી ભૂપેન્દ્ર યાદવ સહિતના નેતાઓ સામેલ થશે.