For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મૌલાના વસ્તાનવીના ગુજરાત પ્રવેશ પર પ્રતિબંધની ભાજપની માંગ

|
Google Oneindia Gujarati News

bjp-vastanvi
અમદાવાદ, 23 ઑક્ટોબર : ભાજપના ચૂંટણી લીગલ સેલ દ્વારા સુરતમાં કોંગ્રેસ પાર્ટીના લઘુમતી સેલના સંમેલનમાં મૌલાના વસ્તાનવીએ ઉચ્ચારેલા ભડકાઉ અને ગુજરાતની શાંતિ હણનારા પ્રવચન બદલ ચૂંટણી પંચ સામે ફરિયાદ કરવામાં આવી છે. આ ફરિયાદ સાથે ગુજરાત ભાજપે ચૂંટણીપંચ સમક્ષ વસ્તાનવીના ગુજરાત પ્રવેશ સામે પ્રતિબંધ ફરવાવવા માગ કરી છે.

સુરતમાં યોજાયેલા સંમલનમાં વસ્તાનવીએ રાજકીય પાર્ટીના મંચનો ઉપયોગ કરીને ધાર્મિક લાગણીઓ ભડકાવવાનું અને ગુજરાતની એકતાને મજબૂત કરનારી પધ્ધતિ સામે અયોગ્ય રીતે બોલ્યા હતા.

મૌલાના વસ્તાનવીએ ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી સામે અભદ્ર ઉચ્ચારણો કર્યા હતા. તેમણે આચારસંહિતાનો ભંગ થાય તેવી કહેવતો અને ઉદાહરણો આપ્યા હતા. આ કારણે ગુજરાત ભાજપના સૂરત એકમે વસ્તાનવી સામે કડક પગલાં લેવાની અને તેમની ધરપકડ કરવાની માગણી કરી છે.

વસ્તાનવીએ પોતાના ભાષણમાં નરેન્દ્ર મોદી માટે ક્રુર અને પાશવી જેવા શબ્દો પ્રયોજ્યા હતા. આ અંગે ભાજપના સાંસદ અને રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ પુરસોત્તમ રૂપાલાએ ચૂંટણી દરમિયાન ધાર્મિક ગુરુઓએ પાળવાની આચારસંહિતાનો ભંગ થયો હોવાની ફરિયાદ ચૂંટણીપંચને કડી તેમની સામે કડક પગલા ભરવાની માગ કરી હતી.

English summary
BJP demand ban on entry of Maulana Vastanvi in Gujarat.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X