ભાજપે ગુજરાતમાં લોકસભાની 26 સીટો માટે યાદી કરી તૈયાર

By Kumar Dushyant
Google Oneindia Gujarati News

ગાંધીનગર, 13 માર્ચ: ભાજપ ગુજરાત પ્રદેશ સંસદીય બોર્ડે રાજ્યમાં 26 લોકસભા સીટો માટે નામોની યાદીને આજે રાજ્યના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના આવાસ પર ત્રીજી અને અંતિમ બેઠકમાં નક્કી કરવામાં આવી છે.

આ બેઠકમાં નરેન્દ્ર મોદી ઉપરાંત, ગુજરાત ભાજપ પ્રભારી ઓમ માથુર, ગુજરાત ભાજપ અધ્યક્ષ આર સી ફલદૂ અને કેટલાક અન્ય સ્થાનિક નેતા સામેલ છે. આજે સમિતિએ સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તારોના આઠ લોકસભા સીટો પર નામોની ચર્ચા કરી.

દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાત વિસ્તારના ઉમેદવારોની યાદીનો નિર્ણય કરવા માટે આ પ્રકારની બેઠકો 9 અને 11 માર્ચના રોજ થઇ હતી. આજની બેઠકમાં સૌરાષ્ટ્રની બાકી સીટો પર ચર્ચા કરવામાં આવી.

modi-minister

જો સમિતિએ પોતાનું કામ પુરૂ કરી લીધું, પરંતુ સંભાવના નથી કે ગુજરાતના નામોની ચર્ચા આજે ગુરૂવારે નવી દિલ્હીમાં ભાજપ કેન્દ્રિય સંસદિય બોર્ડની બેઠકમાં કરવામાં આવશે.

ગુજરાત ભાજપ મીડિયા સંયોજક હર્ષદ પટેલે કહ્યું હતું કે કેન્દ્રિય સમિતિની બેઠક ગુરૂવારે થશે પરંતુ તેનું આયોજન ગુજરાત નહી પરંતુ અન્ય રાજ્યોના નામોને અંતિમ રૂપ આપવા માટે કરવામાં આવી રહ્યું છે. ગુજરાતના ઉમેદવારોની યાદી ઓછામાં ઓછા એક અઠવાડિયા બાદ કેન્દ્રિય સમિતિને મોકલવામાં આવશે.

English summary
Gujarat BJP Parliamentary Board met at the residence of Chief Minister Narendra Modi on the second day today to prepare final list of 26 candidates for upcoming polls.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X