ભાજપે લોકોનો વિશ્વાસ જીત્યો છે અને લોકો ભાજપને જ ચૂંટશેઃ સીઆર પાટિલ
ભારતીય જનતા પાર્ટી 25 વર્ષોથી સાશનમાં છે, મને વિશ્વાસ છે કે આ વખતે પણ ભાજપની તરફેણમાં ગુજરાતના તમામ ભાઈઓ બહેનો મત આપશે અને ગુજરાતના વિકાસમાં પોતાનું યોગદાન આપશે. ફરીથી ભાજપની જીત થશે તેવો મને વિશ્વાસ છે. હું લોકોને અપીલ કરું છું કે મતદાનનો અધિકાર તમને મળ્યો છે તેનો ઉપયોગ કરો અને ખુબ સંખ્યામાં મતદાન કરો તેવી અપીલ કરું છું.
નોંધનીય છે કે ગુજરાતની 6 મહાનગરપાલિકાની ચૂંટણીમાં 575 સીટ માટે મતદાન થઈ રહ્યું છે. જેના માટે 2276 ઉમેદવારો મેદાનમાં છે. જેમાંથી ભાજપના 577, કોંગ્રેસના 566, આમ આદમી પાર્ટીના 470, રાકાંપાના 91 અને અન્ય દળોના 353 તથા 228 અપક્ષ ઉમેદવારો છે. એક ચૂંટણી અધિકારીએ કહ્યું કે આ છ શહેરોમાં મતદાતાઓની કુલ સંખ્યા 1.14 કરોડ છે, જેમાંથી 60.60 પુરુષ અને 54.06 લાક મહિલા મતદાતા છે. તેમણે કહ્યું કે 11121 ચૂંટણી બૂથમાંથી 2255 સંવેદનશીલ છે અને 1188ને અત્યંત સંવેદનશીલ ઘોષિત કરવામાં આવ્યા છે.
સવારે 8 વાગ્યા સુધી પહેલા કલાકમાં સરેરાશ 4 ટકા મતદાન થયું હતું. સૌથી વધુ મતદાન ભાવનગર અને અમદાવાદમાં થયું અને સૌથી ઓછું મતદાન રાજકોટ અને જામનગરમાં થયું છે. 8 વાગ્યા સુધીમાં અમદાવાદમાં અને ભાવનગરમાં 5 ટકા મતદાન થયું, વડોદરા અને સુરતમાં 4 ટકા મતદાન થયું અને રાજકોટ તથા જામનગરમાં 3 ટકા મતદાન થયું છે.
ગુજરાતમાં મતદાન શરૂ, પીપીઈ કીટ પહેરી સીએમ રૂપાણી મતદાન કરશે