For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આઇ.કે. જાડેજાએ કર્યું હાર્દિક પર ટ્વિટ, ફરી ઊભો થયો વિવાદ

|
Google Oneindia Gujarati News

ભાજપના ભૂતપૂર્વ પ્રદેશ પ્રમુખ અને હાલના પ્રદેશ ઉપાધ્યક્ષ તેવા આઇ. કે. જાડેજાએ શુક્રવારથી જે ટ્વિટનો દોર શરૂ કર્યો છે તેના કારણ ગુજરાતના રાજકારણમાં અચાનક જ ગરમી જોવા મળી છે. કેટલાક લોકો આ ટ્વિટને ભાજપનો આતંરિક કલેહ બતાવે છે. તો કેટલાકને લાગે છે કે જાડેજા પોતાનો બળાપો નીકાળે છે. જો કે જે પણ હોય આઇ. કે. જાડેજા તેમના એક પછી એક નવા ટ્વિટના કારણે ટ્વિટર કિંગ તો જરૂરથી જ બની ગયા છે. ત્યારે હાલમાં જ તેમણે અનામત આંદોલનનો ચહેરો બની ચૂકેલા હાર્દિક પટેલ પર પણ એક ટ્વિટ કરી. અને ફરી એક વાર આ ટ્વિટના કારણે વિવાદનો મધપુડો છંછેડાઇ ગયો.

જો કે આવી ટ્વિટ કરીને આઇ.કે જાડેજા શું કહેવા માંગે છે તે તો તે જ જાણે પણ પ્રદેશ પ્રમુખ વિજય રૂપાણી તેમના આવા ટ્વિટોની સ્પષ્ટતા આપતા આપતા વ્યસ્ત જરૂરથી થઇ ગયા છે! નોંધનીય છે કે હાલ તો જાડેજા ભાજપના પ્રદેશ ઉપાધ્યક્ષ છે. ભાજપના પ્રવક્તા અને પ્રદેશ પ્રમુખ બન્ને પદોથી તેમને છુટ્ટા કરવામાં આવ્યા છે. ત્યારે તેમના કયા ટ્વિટથી વિવાદો થઇ રહ્યા છે તે અંગે વધુ જાણો અહીં...

વિવાદથી આશ્ચર્ય

બે દિવસથી તેમના ટ્વિટ પર થઇ રહેલા વિવાદના પગલે ખુદ આઇ.કે.જાડેજા આશ્ચર્યચક્તિ છે. અને તેમણે આ અંગે ટ્વિટ પણ કર્યું છે કે મારા ટ્વિટથી વિવાદ કેમ? કોને માટે? વધુમાં તેમણે કહ્યું છે કે આ બધુ તો અમે જાહેર ભાષણમાં પણ કહીએ છીએ.

હાર્દિક પટેલ પર શું કહ્યું

આઇ.કે જાડેજાએ હાલમાં જ ટ્વિટ કરીને કહ્યું હતું કે હાર્દિક પટેલ કોનો? કોંગ્રેસનો, આપનો કે પછી નીતીશનો... નોંધનીય છે કે તેમના આ ટ્વિટથી ફરી એક વાર વિવાદનો મધપૂડો છંછેડાયો હતો.

પાર્ટી પર ટ્વિટ

આઇ કે જાડેજાએ ગુરુવારે ટ્વિટ કરી હતી કે જે લોકો પાર્ટીને સમર્પિત નથી તેનાથી પાર્ટીને કેટલો લાભ?

વિવાદ

જે બાદ પાર્ટીમાં અંદર અંદર આક્રોશ છે અને જાડેજાને બાજુમાં કરવામાં આવ્યા તે માટે કરીને તે ટ્વિટ દ્વારા તેમનો બળપો પાર્ટી પર નીકાળી રહ્યા છે તેવી ચર્ચાઓએ જોર પકડ્યું હતું.

પછી સ્પષ્ટતા

પછી સ્પષ્ટતા

જો કે વિવાદ વધતા આઇ.કે. જાડેજાએ ફરી એક વાર ટ્વિટ કરીને સ્પષ્ટતા આપી હતી કે તેમનો હેતું કાર્યકર્તાઓ પાર્ટીને વધુ સમર્પિત બને તે માટે નો જ હતો.

વિજય રૂપાણી

વિજય રૂપાણી

એટલું જ નહીં આઇ.કે.જાડેજા ભાજપથી અસંતુષ્ટ છે તે અંગે પ્રદેશ પ્રમુખ વિજય રૂપાણીને પણ પૂછવામાં આવ્યું હતું પણ તેમણે સ્પષ્ટતા કરી હતી હતી કે તેમને ભાજપ સામે કોઇ વાંધો નથી. અને ખુદ જાડેજા પણ કહ્યું હતું કે તે પાર્ટીથી સંતુષ્ટ છે.

English summary
bjp leader I K Jadeja tweet about hardik and again create controversy
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X