For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

બિહારમાં ભાજપની હારને ગુજરાતના પટેલો ફટાકડા ફોડી ઉજવી

|
Google Oneindia Gujarati News

રવિવારે, બિહારમાં ભાજપની કારમી હાર અને જેડીયુ, આરજેડીની જીતને ગુજરાતભરમાં અનામતની માંગ કરી રહેલા પાટીદારો વધાવી લીધી. ભાજપની હાર બાદ અમદાવાદ, સુરત અને રાજકોટ સમેત ગુજરાતભરમાં અનેક જગ્યાએ પાટીદારોએ ફટાકડા ફોડી ભાજપની હારની ઉજવણી કરી. એટલું જ નહીં બિહાર બાદ ગુજરાતમાં યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પણ ભાજપને આ જ રીતે પડતી કરાવીશું તેવી ચિમકી ઉચ્ચારી પાટીદારોએ એકબીજાને મીઠાઇઓ ખવડાવી.

વધુમાં રવિવારે અમદાવાદ ખાતે બિહાર ચૂંટણીનું પરિણામ જાણવા માટે હાર્દિક પટેલ, ચિરાગ પટેલ અને કેતન પટેલના પિતા હાજર રહ્યા હતા. અને તેમણે પણ હાર્દિક પટેલની આ કારમી હારને હર્ષોઉલ્લાસ સાથે વધાવી હતી.

જો કે ભાજપની હારની ઉજવણી કરતી વખતે સુરતમાં એક ગોજારો અકસ્માત પણ થયો હતો. તો આ તમામ ખબરો વિષે વધુ જાણો નીચેના આ ફોટોસ્લાઇડરમાં. અને સાથે જ તસવીરોમાં જુઓ બિહારના ભાજપની હારની ઉજવણી કરતા અમદાવાદ, સૂરતના પાટીદારોને...

હાર્દિક પટેલના પિતાએ કરી ઉજવણી

હાર્દિક પટેલના પિતાએ કરી ઉજવણી

રવિવારે, અમદાવાદમાં બિહાર ચૂંટણીના પરિણામને જેવા માટે હાર્દિક પટેલના પિતા ભરતભાઇ હાજર રહ્યા હતા. વધુમાં ચિરાગ પટેલ અને કેતન પટેલના પિતા પણ હાજર રહ્યા હતા.

અમદાવાદના પાટીદારોમાં હર્ષોઉલ્લાસ

અમદાવાદના પાટીદારોમાં હર્ષોઉલ્લાસ

ત્યારે ભાજપની હાર બાદ પટેલોએ ફટાકડા ફોડી ભાજપની હારની ઉજવણી કરી હતી. અને ગુજરાતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પણ ભાજપને આવી જ હાર જેવા મળશે તેવી ચિમકી પણ ઉચ્ચારી હતી.

ફડાકડા ફોડી ઉજવણી

ફડાકડા ફોડી ઉજવણી

ખાલી અમદાવાદમાં જ નહીં બિહાર ચૂંટણીમાં ભાજપની હાર બાદ ગુજરાતભરમાં ઠેર ઠેર પાટીદારોઓ ફટાકડા ફોડીને ઉજવણી કરી હતી.

સુરતમાં રંગમાં ભંગ

જો કે સુરતમાં પાટીદારો જ્યારે મીની બજાર આગળ ફડાકડા ફોડી રહ્યા હતા. ત્યારે આગનો તણખો પાસેની પાથરણાંની લારી પર ઉડતા લારી સમેત 3 બાઇકો બળીને ખાખ થઇ હતી. અને લોકોમાં નાસભાગ થઇ ગઇ હતી. ત્યારે સુરતની આગનો આ વીડિયો જુઓ અહીં.

English summary
BJP Loose in Bihar Election, Gujarat Patidar Celebarate with fire Crackers
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X