For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભાજપ ધારાસભ્ય જયંતિ ભાનુશાળીની ચાલતી ટ્રેનમાં હત્યા, લાગ્યો હતો રેપનો આરોપ

ગુજરાતમાં ભાજપના કચ્છમાંથી પૂર્વ ધારાસભ્ય જયંતિ ભાનુશાળીની ચાલતી ટ્રેનમાં ગોળી મારી હત્યા કરી દેવામાં આવી છે.

|
Google Oneindia Gujarati News

ગુજરાતમાં એક ભાજપ ધારાસભ્યની હત્યાનો મામલો સામે આવ્યો છે. વાસ્તવમાં કચ્છમાંથી પૂર્વ ધારાસભ્ય જયંતિ ભાનુશાળીની ચાલતી ટ્રેનમાં ગોળી મારી હત્યા કરી દેવામાં આવી છે. ઘટનાના સમયે ભાનુશાળી સયાજીનગરી ટ્રેનમાં ભૂજથી અમદાવાદ જઈ રહ્યા હતા. ટ્રેન જ્યારે માળિયા સ્ટેશન પર રોકાઈ તો અમુક બદમાશ પહેલા એસી કોચમાં ઘૂસ્યા અને ભાનુશાળી પર ગોળીઓ વરસાવવાનું શરૂ કરી દીધુ જેનાથી ઘટના સ્થળ પર જ તેમનું મોત થઈ ગયુ.

jayanti bhanushali

પોલિસે ઘટના સ્થળે પહોંચીને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી દીધો અને તપાસ શરૂ કરી દીધી. જો કે આ ઘટનાને કોણે અંજામ આપ્યો છે એ હજુ સુધી સ્પષ્ટ થઈ શક્યુ નથી. તમને જણાવી દઈએ કે વર્ષ 2018માં સુરતમાં એક કોલેજની યુવતી સાથે બળાત્કારના મામલે નામ આવવા પર તેમને ભાજપના ઉપાધ્યક્ષ પદેથી રાજીનામુ આપવુ પડ્યુ હતુ. આ મામલે સુરત ક્રાઈમ બ્રાંચની તપાસ ચાલી રહી છે.

તે સમયે પીડિત યુવતીએ આરોપ લગાવ્યો હતો કે ધારાસભ્ય જયંતિ ભાનુશાળીએ તેને સારી કોલેજમાં એડમિશન અપાવવાના નામે વારંવાર બળાત્કાર કર્યો અને તેનો વીડિયો બનાવીને તેને બ્લેકમેલ પણ કરવા લાગ્યો. ભાનુશાળી સામે સીએઆરપીસીની કલમ 160 હેઠળ સમન જારી કરવામાં આવ્યો હતો. પીડિત યુવતીએ જજની હાજરીમાં પોતાનું નિવેદન સીઆરપીસીની કલમ 164 હેઠળ નોંધાવ્યુ હતુ.

આ પણ વાંચોઃ રામ જન્મભૂમિ અને બાબરી વિવાદ મામલે બેંચના ગઠન પર સૌની નજરઆ પણ વાંચોઃ રામ જન્મભૂમિ અને બાબરી વિવાદ મામલે બેંચના ગઠન પર સૌની નજર

English summary
bjp mla jayanti bhanushali killed in running train
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X