For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રાજ્યસભાની ચૂંટણી છે મુખ્ય કારણ, બરતરફી તો ખાલી બહાનું છે?

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસના ત્રણ ધારાસભ્યો માંથી બેને ત્રણ વર્ષ માટે અને એક ધારાસભ્યને એક વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. જે જોતા રાજ્યસભાની ચૂંટણી વખતે શું તેમને વોટ આપવા દેવામાં આવશે

|
Google Oneindia Gujarati News

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસના ત્રણ ધારાસભ્યાને બરતરફ કરવામાં આવ્યા છે. જેમાંથી બે ધારાસભ્યોને વિધાનસભામાં ત્રણ વર્ષ માટે અને એક ધારાસભ્યને એક વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. વળી આ ત્રણેયની વિધાનસભા સંકુલમાં પ્રવેશ અંગે પણ બંધી ફરમાવી છે. ઉલ્લેખનીય છે કે ભાજપના ધારાસભ્યોના વાકબાણ અને કોંગ્રેસના ધારાસભ્યોના હાથ ચાલવાથી વિધાનસભાની ગરિમા લાજે તેવી આ ઘટના બુધવારે ગુજરાત વિધાનસભામાં બની છે. જો કે ત્રણ વર્ષ અને એક વર્ષ સુધી સસ્પેન્ડ કરવા પાછળ 23મી માર્ચે ગુજરાત વિધાનસભામાં યોજાનારી રાજ્યસભાની ચૂંટણી પણ જવાબદાર છે તેવો ધીમો સ્વર વિધાનસભા સંકુલમાં ઊભો થયો છે. ઉલ્લેખનીય છે કે રાજ્યસભાની ચૂંટણીમાં આ સસ્પેન્ડેડ અને સંકુલથી પ્રવેશ બંધી કરાયેલા ત્રણ ધારાસભ્યાને મતદાન કરવા દેવામાં આવશે કે કેમ તે મોટો સવાલ છે.

gujarat assembly

પણ કોંગ્રેસના નેતા અને હાર્દિક પટેલ દ્વારા પણ જે રીતે ઇશારો કરવામાં આવ્યો છે તે મુજબ ભાજપે મોટો ગેમ પ્લાન કર્યો હોવાની વાત બહાર આવી છે. અને આ મોટી ગેમ ગુજરાતમાં આવનાર રાજ્યસભાની ચૂંટણીને લઇને રમવામાં આવી હોય તેમ માનવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં રાજ્યસભાની ચૂંટણી પહેલા જ ભાજપે તેના ત્રણ અને કોંગ્રેસે બે ઉમેદવાર અને એક પક્ષ એમ કુલ 3-3 ઉમેદવારો ઊભા રાખ્યા છે. બંને દાવો છે કે સરળતાથી રાજ્યસભાની સીટો જીતી જશે.

ત્યારે કોંગ્રેસના ત્રણ ધારાસભ્યાને સસ્પેન્ડ કરવાથી આવનારી ચૂંટણીમાં ભાજપનું પલડું ભારે થવાની સંભાવના વધી ગઇ છે. જો આ ચૂંટણીમાં આ ધારાસભ્યોને મતદાન કરવા દેવામાં નહીં આવે તો કોંગ્રેસના હાલ હાથે કર્યા હૈયે વાગ્યા જેવા થશે. જો કે ભાજપ પહેલાથી જ છેલ્લી સમયની રાજકીય કૂટનીતિ રમવામાં એક્સપર્ટ છે. દાખલો આપવા માટે પણ બહુ દૂર નહી જવું પડે. એહમદ પટેલ વખતે થયેલી રાજ્યસભાની ચૂંટણીને જ યાદ કરી લો. ત્યારે ભાજપ આ વાતમાં કેટલી સફળ રહી તે વાતની સ્પષ્ટતા તો 23 માર્ચે જ પડશે. જ્યારે રાજ્યસભાની ચૂંટણીના મતદાન વાત આવશે.

English summary
BJP Rajya Sabha seat planning is behind the dismissal of Congress MLAs? Hardik Patel also claims the same. Read more on it here.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X