
સત્યનો વિજય થયો છે, દેશની જનતા આનાથી ખૂશ છે: રજની પટેલ
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સામે થયેલી ગુજરાત રમખાણો અંગેની અરજીને સુપ્રિમ કોર્ટે ફગાવી દિધી હતી. આ મામલે પ્રતિક્રિયા આપતા ભાજપ પ્રદેશ મહામંત્રી રજની પટેલે સત્યનો વિજય થયો છે અને દેશની જનતા આનાથી ખૂશ હોવાનું જણાવ્યુ હતું.
રજની પટેલે આ સમગ્ર મામલે જણાવ્યુ હતું કે, સુપ્રિમ કોર્ટના આ જજમેન્ટથી દુધનુ દુધ અને પાણીનું પાણી થઇ ગયુ છે. ગુજરાતમાં રચાયેલી SIT ની સામે કોંગ્રેસના પૂર્વ સાંસદ ઝાકિયા ઝાફરીની પત્નીએ સુપ્રિમ કોર્ટમા કરેલી અરજીમા ગુજરાત વિરોધ,, દેશ વિરોધ અને નરેન્દ્ર મોદી વિરોધી લોકો આ રીતની પ્રવૃતિમાં જોડાયા હતા. કોંગ્રેસ પણ આ પ્રકારના લોકો સાથે મજબૂત રીતે ઉભા હતા..
વધુમાં તેમણે જણાવ્યુ હતુ કે, વિકાસ કરનાર સાથે રહેનાર લોકોનો હમેશા વિજય થાય છે. સુપ્રિમ કોર્ટે પણ પોતાની ટિપ્પણી આપતા નોધ્યુ હતુ કે, કેસને પેચિદો બનાવા માટે કેસને જીવિત રાખવાની માનસિક્તા સાથે બદ ઇરાદા સાથે અરજી ઉભી કરવામા આવી હતી.
કોગ્રેસની યૂપીએ સરકાર દરમિયાન આ તપાસ કરવામાં આવી હતી. જેથી કોંગ્રેસની કિન્નાખોરી માનસિક્તા છતી થાય છે. યેંન કેન પ્રકારે નરેન્દ્ર મોદીને હેરાન કરવા ગુજરાત દેશનુ રોલ મોડલ બની રહ્યુ હતું. દેશની નજર ગુજરાત પર હતી એટલા માટે તેમને અંહિથી રોકવા માટે પ્રયાસ કરવામાં આવી રહ્યો હતો.
જે માણસે લોકહિત સિવાયના ક્યારેય બીજો કોઇ વિચાર નથી કર્યો તેની સામે કાદવ ઉછાળાવામાં આવી રહ્યો છે દેશ નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં આગળ વધી રહ્યો છે.