• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ભાજપ 3ડી ટેકનોલોજીથી ચૂંટણી પ્રચાર કરશે

|
Google Oneindia Gujarati News

અમદાવાદ, 16 નવેમ્બર : છેલ્લા કેટલાક વર્ષોથી ચૂંટણીઓ હાઇટેક બનતી જાય છે. રાજ્યના મુખ્ય પક્ષો ટેક્નોલોજીનો મહત્તમ ઉપયોગ કરી મતદારોને મનાવવાના પ્રયાસ કરે છે. આ દિશામાં ભાજપે એક ડગલું આગળ વધીને હવે 3ડી ટેકનોલોજી સાથે ચૂંટણી પ્રચાર કરવાનું આયોજન ગોઠવ્યું છે. આ ટેકનોલોજી થી મોદી ભલે એક જ સ્થળેથી અનેક સભાઓ સંબોધે, પણ શ્રોતાઓને એમ જ લાગશે કે મોદી તેમની સામે ઉભા રહીને જ બોલી રહ્યા છે.

હવે ગુજરાત વિધાનસભા ચૂંટણી 2012ને આડે એક માસ બાકી રહ્યો છે ત્યારે એક સાથે એક સમયે અનેક લોકોને સંબોધી શકાય તે માટે ભાજપે આ વખતે હાઇટેક પ્રચારનો માર્ગ લીધો હોવાનું જાણવા મળ્યું છે. જે આયોજન ગોઠવાઇ રહ્યું તે અનુસાર મોદી એક જ સ્થળેથી એક જ સમયે અનેક સ્થળે સભા સંબોધી શકે તેવી વ્યવસ્થા થઇ રહી છે.

સૂત્રોએ જણાવ્યું હતુ કે, હવે નરેન્દ્ર મોદી કે ભાજપના અન્ય વરિષ્ઠ નેતાઓ એક જ સ્થળેથી સભા સંબોધશે. ગાંધીનગર ખાતે આવેલાં શાંતિનિકેતન નામના સ્થળથી આ આખી વ્યવસ્થા ગોઠવાઇ રહી છે. ત્યાંથી જે સભા-પ્રવચન થાય તે રાજયના વિવિધ સ્થળે ગોઠવાયેલી સ્ક્રીન પર પ્રસારિત થશે.

જેના માટે વિવિધ શહેરોના મુખ્ય વિસ્તારોના ચોકમાં ડિજિટલ સ્ક્રીન મુકાશે અને ગાંધીનગરથી જે સંબોધન શરૂ થશે તે એ જ સમયે સમગ્ર ગુજરાતમાં તેને જોઇ અને સાંભળી શકાશે. આ અંગે ભાજપ તરફથી કોઇ સત્તાવાર કાર્યક્રમ જાહેર થયો નથી.

English summary
BJP will do election campaign in 3D.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X