For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભાજપ સવર્ણોને આપશે 10% અનામત : વિજય રૂપાણી

|
Google Oneindia Gujarati News

ગાંધીનગર ખાતે આજે ભાજપનો કોર કમિટીની બેઠક મળી હતી. કોબા સર્કલ ખાતે મળેલી આ બેઠકમાં ભાજપના પ્રદેશ અધ્યક્ષ વિજપ રૂપાણી, મુખ્યમંત્રી આનંદી બેન અને અમિત શાહે સાથે ભાજપના દિગ્ગજ નેતાઓ હાજર રહ્યા હતા. આ કોર કમિટીની અનેક મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા હતા. જેની અંગેની જાહેરાત પ્રેસ કોન્ફરન્સ બોલાવીને વિજય રૂપાણી કરી હતી.

જે મુજબ સવર્ણ અને બિન અનામત વર્ગના લોકો માટે દસ ટકા આર્થિક અનામતની જાહેરાત કરવામાં આવી હતી. જે દ્વારા આર્થિક રીતે નબળા વર્ગના લોકોને લાભ આપવામાં આવશે. આ અંગેનો વટહુકમ ગુજરાત સ્થાપના દિવસે એટલે કે પહેલી મેના દિવસે બહાર પાડવામાં આવશે. ત્યારે આ કોર કમિટીની મીટીંગમાં અન્ય કયા ક્યા મુદ્દા ચર્ચાયા અને કેવા નિર્ણયો લેવામાં આવ્યા તે વિષે વધુ જાણો અહીં....

છ લાખની આવક સુધી લાભ

છ લાખની આવક સુધી લાભ

સુવર્ણો માટે જે આર્થિક અનામત જાહેર કરવામાં આવી છે તેમાં છ લાખ સુધીની આવક મર્યાદાવાળા પરિવારોને લાભ આપવામાં આવશે.

અન્ય લાભ

અન્ય લાભ

નોંધનીય છે કે સર્વર્ણોને આપવામાં આવતા આ આર્થિક લાભને આર્થિક આધાર પર આપવામાં આવશે. અને તેનાથી નોકરી અને એડમિશન મામલે પણ લાભ થશે. વળી તેને આ શૈક્ષણિક વર્ષથી જ ચાલુ કરવામાં આવશે.

49 ટકા અનામતમાં ફેરફાર નહીં

49 ટકા અનામતમાં ફેરફાર નહીં

જો કે પ્રેસ કોન્ફર્ન્સને સંબોધતા વિજય રૂપાણીએ તે વાતની સ્પષ્ટતા કરી હતી કે આનાથી 49 ટકાની અનામતમાં કોઇ જ ફેરફાર નહીં કરવામાં આવે.

મંત્રીમંડળ વિસ્તાર

મંત્રીમંડળ વિસ્તાર

સાથે જ ભાજપ કોર કમિટીની આ મીટિંગમાં મંત્રીમંડળના વિસ્તરણની પણ ચર્ચા કરવામાં આવી હતી.

કેતન, ચિરાગ, દિનેશ

કેતન, ચિરાગ, દિનેશ

ત્યારે સરકારની આ જાહેરાતને આજે જ જેલથી છૂટા થનારા કેતન, ચિરાગ અને દિનેશના પરિવારજનોએ આવકાર્યો હતો.

બે બિલાડીની લડાઇમાં..

બે બિલાડીની લડાઇમાં..

જો કે પાછલા કેટલાક સમયથી રાજ્યમાં પાટીદાર આંદોલન વેગ પકડ્યો હતો. તેવામાં સુવર્ણોને મળતો આ આર્થિક લાભ સરકાર દ્વારા સુવર્ણોને પોતાની તરફ ચોક્કસથી આકર્ષશે. વળી ચર્ચા તો તે પણ થઇ રહી છે. કે સરકાર અને પાટીદારોની આ લડાઇમાં સુવર્ણો એવી રીતે ફાવી ગયા છે જેવી રીતે બાળવાર્તામાં બે બિલાડીની લડાઇમાં વાંદરો ફાવી જાય છે.

English summary
BJP Will give 10% reservation to open cast: Vijay rupani
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X