For Quick Alerts
For Daily Alerts
ભાજપ કાર્યકરે ડ્રાઇવર સાથે કરી મારામારી, પોલીસે જાહેરમાં કાન પકડાવ્યા
રાજકોટમાં આરિફ બાબુ કારવા નામના ભાજપના કાર્યકર્તાએ રાજકોટના પારેવડી ચોક ખાતે એસટી બસ ડ્રાઇવર સાથે સાઇડ કાપવાના મુદ્દે બોલાચાલી કરી હતી...
રાજકોટમાં આરિફ બાબુ કારવા નામના ભાજપના કાર્યકર્તાએ રાજકોટના પારેવડી ચોક ખાતે એસટી બસ ડ્રાઇવર સાથે સાઇડ કાપવાના મુદ્દે બોલાચાલી કરી હતી અને ત્યાર બાદ હોકી વડે હુમલો પણ કર્યો હતો.
જો કે આ સમગ્ર ઘટના સીસીટીવીમા કેદ થઈ હતી અને આક્રોશમાં આવેલા એસ.ટી બસના સ્ટાફે ચક્કાજામ કર્યો હતો. બધા ડ્રાઇવરો હડતાળ પર ઉતરી ગયા હતા. ડ્રાઇવરોએ એસટી બસો બંધ કરી દીધી હતી. ત્યાર બાદ પોલીસે આરિફની ધરપકડ કરી હતી. આરિફની કાર ઉપર નરેન્દ્ર મોદી વિચાર મંચ લખેલું હતું. જો કે પોલીસ આ કાર્યકર્તાને જાહેરમાં લાવી હતી અને તેને કાન પકડાવીને ઉઠ બેસ કરાવી હતી.
Comments
English summary
bjp worker hit bus driver in rajkot, police punish him in public
Story first published: Wednesday, December 14, 2016, 15:06 [IST]